Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

૩ કરોડ લોકો ગરીબી રેખાની નીચે જતા રહ્યા

ગ્રામ્ય વિસ્તારોમાં વધી ગરીબીઃ એનએસઓના આંકડાઓ મુજબ બિહાર, ઝારખંડ અને ઓરિસ્સા હાલત સૌથી ખરાબ

નવી દિલ્હી,તા.૪: દેશમાં ૨૦૧૧-૧૨ અને ૨૦૧૭-૧૮ વચ્ચે ગ્રામ્ય ગરીબીમાં પાંચ ૪ પસેન્ટેજ પોઇન્ટનો વધારો થયો છે. જ્યારે શહેરી ગરીબી પાંચ પસેન્ટેજ પોઇન્ટ ઘટી છે. નેશનલ સ્ટેટેટીકસ ઓફીસ (એનએસઓ) ના રિપોર્ટના વિશ્લેષણમાં આ વાત બહાર આવી છે.ગ્રામીણ વસ્તીની અધિકતાને જોતા અંદાજીત કુલ ગરીબી દર ૨૦૧૭-૧૮માં લગભગ એક પસેન્ટેજ પોઇન્ટ વધીને લગભગ ૨૩ ટકા થયો છે. એટલે કે ભારતની ઓફીશ્યલ ગરીબી રેખાથી નીચે વધુ ૩ કરોડ લોકો છેલ્લા પાંચ વર્ષમાં ઉમેરાયા છે.

છેલ્લા કેટલાક વર્ષે પૂર્વ અને ઉતરપૂર્વમાં ઘણા રાજ્યોમાં ગરીબીામં ઝડપી વૃધ્ધિ જોવા મળી જ્યારે કર્ણાટક સિવાયના દક્ષિણી રાજ્યોમાં ગરીબી દરમાં ઘટાડો થયો છે. બિહારમાં ૨૦૧૧-૧૨ અને ૨૦૧૭-૧૮ વચ્ચે ગરીબીમાં સૌથી વધારે વધારો થયો હતો. ત્યાં ગરીબી દર ૧૭ પર્સન્ટેજ પોઇન્ટથી વધીને ૫૦.૪૭ પર્સન્ટેજ પોઇન્ટ થયો હતો. ત્યારે પછી ઝારખંડ અને ઓરિસ્સામાં પણ ગરીબી દરમાં અધિક વધારો જોવા મળ્યો છે. બન્ને રાજ્યોમાં ૪૦ ટકાથી પણ વધારે લોકો ગરીબી રેખાથી નીચે છે.

૨૦૧૧-૧૨ અને ૨૦૧૭ -૧૮ની વચ્ચેના ગાળામાં પશ્ચિમ બંગાળમાં ૬ પર્સન્ટેજ પોઇન્ટ અને ગુજરાત પાંચ પર્સન્ટેજ પોઇન્ટ ઘટાડો થયો હતો. સમૃધ્ધ રાજ્યોમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ વધારો થયો છે.

(3:42 pm IST)