Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

શબ પરિક્ષણ માટે નવી ટેકનીકની શોધ

હવે કાપ-કૂપ વગર થશે પોસ્ટમોર્ટમ !

નવી દિલ્હી તા. ૪ : મૃતદેહના થતા પોસ્મોર્ટમ માટે દેશના આરોગ્ય વિભાગે દેહ પરિક્ષણ માટે થતા પોસ્ટમોર્ટમની નવી ટેકનીક શોધાઇ છે. હવે મૃતકોના પાર્થીવ શરીરમાં કોઇ પણ જાતના કાપ-કૂપ વગર થઇ શકશે પોસ્ટમોર્ટમ ગઇકાલે સંસદના ગૃહમાં રાજ્યના સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણમંત્રી ડો. હર્ષવર્ધને પ્રશ્નોતરી દરમ્યાન એક પુરક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે નવી દિલ્હી સ્થિતિ એમ્સ અને ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદે સાથે મળીને એક મૃતદેહ પરિક્ષણ માટે નવી ટેકનીક તૈયાર કરી છે જેમાં શરીરને કાપ-કૂપ કર્યા વિના પરિક્ષણ કરી શકાશે.

 

ડો. હર્ષવર્ધને વધુમાં જણાવ્યું હતું કે આગામી છ મહિનામાં આ નવી ટેકનીક અંગેની તમામ જાણકારી તથા સુચનાઓ ડીજીટલ સ્વરૂપે રાખવામાં આવશે હાલ આ ટેકનીક દિલ્હી એમ્સમાં શરૂ કરાશે બાદમાં દેશના તમામ હોસ્પીટલોના આ ટેકનીક ઉપલબ્ધ કરવામાં આવશે.

 

આ અંગે તુર્તમાં તબીબોને તાલીમ પણ અપાશે આ ટેકનીક હાલ જર્મની, નોર્વે, ઇઝરાયલ, સ્વીડન, બ્રિટન અને હોંગકોંગમાં ઉપયોગમાં લેવામાં આવે છે

(12:54 pm IST)