Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

દેશના એકમાત્ર પવન જલ્લાદે કહ્યુ- આઠમીએ આવું છું દિલ્હી : ફાંસીની તૈયારી માટે બે દિવસ જ પૂરતા

દિલ્હી લગ્ન પ્રસંગમાં આવતા પવન જલ્લાદે જણાવ્યું કે, હજી સુધી મને ફાંસીની અધિકારિક રીતે કોઈ સૂચના નથી મળી

નવી દિલ્હી : હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ અને હત્યાના કેસ બાદ દિલ્હીની નિર્ભયાના દોષિતોને ઝડપથી ફાંસી આપવાની ઉગ્ર માંગ થઈ રહી છે. એક દોષિતને બાદ કરતા અન્ય દોષિતો અંગે તમામ કાયદાકીય કાર્યવાહી પૂરી થઈ ગઈ છે. આ દરમિયાન એવી ચર્ચા ચાલી રહી છે કે તિહાડ જેલમાં દોષિતોને ફાંસી આપવાની તૈયારીનો સળવળાટ થઈ રહ્યો છે. દેશના એકમાત્ર જલ્લાદ પવન સિંહ સાથે વાતચીત કરી હતી.


નિર્ભયા કેસના આરોપીઓને ફાંસી આપવાની તૈયારી અંગે મેરઠના પવન જલ્લાદે જણાવ્યું કે, "હજી સુધી મને અધિકારિક રીતે કોઈ સૂચના નથી મળી. પરંતુ અત્યારે પહેલાની જેમ 10 દિવસ પહેલા સૂચના નથી આપવામાં આવતી. હવે ફાંસીની તૈયારી માટે બે દિવસ પૂરતા હોય છે. સૌથી વધારે સમય દોરડું તૈયાર કરવામાં લાગતો હતો, હવે આ દોરડું તૈયાર મળે છે. હવે આ દોરડા પર થોડું જ કામ કરવાનું હોય છે."

 પવન જલ્લાદે જણાવ્યું કે, તેઓ આઠમી ડિસેમ્બરના રોજ દિલ્હી આવી રહ્યા છે. 10મી ડિસેમ્બર સુધી તેઓ દિલ્હીમાં જ રહશે. ત્રણ દિવસ સુધી દિલ્હીમાં શા માટે આવી રહ્યા છે તે અંગે ખૂબ વિચાર કર્યા બાદ જવાબ આપતા પવન જલ્લાદે કહ્યું કે, તેઓ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે દિલ્હી આવી રહ્યા છે.

લખનઉથી પત્ર આવ્યા બાદ તૈયારી શરૂ થશે તિહાડ જેલમાં નિર્ભયાના દોષિતોને ફાંસી આપવાની વાત પર પવન જલ્લાદે કહ્યુ કે, "હું અધિકારિક રીતે મેરઠ જેલમાં રિપોર્ટ કરું છું. અહીંથી જ મને દર મહિને માનદ વેતન પણ મળે છે. આથી તિહાડ જેલને જ્યારે પણ મારી જરૂર પડશે ત્યારે અધિકારીઓ લખનઉ જેલના અધિકારીઓને પત્ર લખશે. ત્યાંથી પત્ર મેરઠ આવશે, જે બાદમાં મને જાણકારી આપવામાં આવશે. આ લેટર મળ્યા બાદ જ દિલ્હીની તિહાર જેલમાં જઈશ

(12:27 pm IST)