Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

GSTની આવકમાં ઘટાડાથી કેન્દ્ર ચિંતાતુરઃ નુકસાની પર રાજ્યોને વળતર આપવામાં પણ કર્યા હાથ ઉંચા

રાજ્યોને લખ્યો પત્ર : સુચનો માંગ્યા

નવી દિલ્હી,તા.૪: સરકારે પ્રથમવાર ટેક્ષ વસૂલી પર વધતા દબાણની વાત કબૂલી છે. આ ઉપરાંત રાજ્યોને રાજસ્વમાં થઇ રહેલા નુકસાન ભરપાઇ અંગે પણ કેન્દ્રએ અક્ષમતા વ્યકત કરી છે. જીએસટી કાઉન્સિલે રાજ્યોને લખ્યું છે કે છેલ્લા થોડાક મહીનામાં જીએસટી અને કંપનીસેશન સેસ કલેકશન ચિંતાનો વિષય બની ગયા છે. અને રાજ્યોની રાજસ્વની ભરપાઇ કરવી મુશ્કેલ લાગે છે.

ઉલ્લેખનીય છે કે જીએસટી કાઉન્સિલ એક સવૈધાનિક સંસ્થા છે. જેની અગુવાઇ કેન્દ્રીય નાણામંત્રી કરે છે. તેમાં કેન્દ્રીય નાણા વાણ્જિય રાજ્ય મંત્રીઓ ઉપરાંત વિવિધ રાજ્યોના નાણામંત્રી સામેલ હોય છે. આ સંસ્થા ગૃડ્સ એન્ડ ટેક્ષ સાથે જોડાયેલા મહત્વના મુદ્દા પર મંતવ્ય આપે છે. જીએસટી કાઉન્સિલની હવેની બેઠક હવે ૧૮ ડિસેમ્બર થશે આ બેઠકનું પુરેપુરૃં ફોકસ રાજસ્વના વધારા પર હશે.

બીજી બાજુ કેટલાક રાજ્યોના નાણામંત્રી આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરશે. અને જીએસટી કંપનસેશનના વિવાદ પર ચર્ચા કરશે. કેરળના નાણામંત્રી થોમસ ઇસાકે ટ્વીટ કરીને કહ્યું કે આશા રાખુ છુ કે રાજ્યો માટે જે કોઇ પણ બાકી છે તેને કેન્દ્ર માનશે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં રાજ્યોની જીએસટી રાજસ્વમાં પણ ઘટાડા માટે કેન્દ્ર સરકાર તરફથી થતી ભરપાઇમાં પહેલેથી મોડું થઇ ચુંકયું છે આ વખત ચુકવણી ઓકટોબરમાં થવાની હતી. ઓછામાં ઓછા પાંચ વિપક્ષ શાસિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કેરળ પ્રશ્ચિમ બંગાળ, દિલ્હી, રાજસ્થાન અને પંજાબે ૨૦ નવેમ્બરે સંયુકત નિવેદન આપીને આ અંગે ચિંતા વ્યકત કરી હતી.

જીએસટી એકટ હેઠળ રાજ્યોને ૧૪ ટકાના ગ્રોથની નીચે કોઇ પણ પ્રકાર રાજસ્વમાં ઘટાડાની સ્થિતિમાં કેન્દ્ર તરફથી નિશ્ચિત વળતર મળે છે. તેના માટે બેસ પર ૨૦૧૫-૧૬ને માનવામાં આવ્યા છે. જ્યારે તેની ડેડલાઇન ૨૦૨૨ સુધી છે. જીએસટી કંપનસેશન દરબીજા મહીને કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને આપવામાં આવે છે.(૨૨.૭)

(11:43 am IST)