Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

ડુંગળી બાદ ખાંડનો વારો કે શું? બે મહિનામાં ઉત્પાદન ૫૪ ટકા જેટલું ઘટયું

નવી દિલ્હીઃ દેશમાં ખાંડનું ઉત્પાદન ઓકટોબર-નવેમ્બરમાં ઘટીને ૮.૮૫ લાખ ટન રહ્યું છે. મહારાષ્ટ્રમાં ઉત્પાદનમાં ભારે દ્યટાડાના કારણે શેરડી પીસવાનું કામ મોડું શરુ થયું છે. ખાંડની સીઝન ઓકટોબરથી સપ્ટેમ્બર સુધી ચાલે છે. આમાં ગત વર્ષના મુકાબલે ૫૪ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.

ઈન્ડિયન શુગર મિલ્સ એસોસિએશને પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે વર્તમાન ૨૦૧૯-૨૦ ના સત્રમાં ૩૦ નવેમ્બર ૨૦૧૯ સુધી ખાંડનું ઉત્પાદન ૧૮.૮૫ લાખ ટન છે કે જે ગત વર્ષે ૩૦ નવેમ્બર ૨૦૧૮ ના રોજ ૪૦.૬૯ લાખ ટન હતું. એસોસિએશને કહ્યું કે આ વર્ષ ૩૦ નવેમ્બરના રોજ માત્ર ૨૭૯ ખાંડની મીલો ચાલી રહી હતી જયારે એક વર્ષ પહેલા ૪૧૮ ફેકટરીઓમાં શેરડીને પીસવામાં આવતી હતી.

ગત મહિને ISMA એ કહ્યું કે વર્ષ ૨૦૧૯-૨૦ ના માર્કેટિંગ વર્ષમાં ખાંડનું ઉત્પાદન ૨૧.૫ ટકા દ્યટીને ૨૬ મિલિયન ટન થવાનું અનુમાન છે. ISMA અનુસાર ૧ ઓકટોબરના રોજ ૧૪.૫૮ મિલિયન ટન ખાંડના શરુઆતી સ્ટોકની જાણકારી મળી. આજે મળેલા આંકડાઓ અનુસાર વર્ષ ૨૦૧૯-૨૦ ના માર્કેટિંગ યરમાં ઓકટોબર-નવેમ્બર સમયગાળા દરમિયાન ઉત્ત્।ર પ્રદેશમાં ખાંડનું ઉત્પાદન વધીને ૧૦.૮૧ લાખ ટન થઈ ગયું જે એક વર્ષ પહેલાના સમયમાં ૯.૧૪ લાખ ટન હતું.

(11:42 am IST)