Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

આવક ઘટતા ભાવ ઉંચકાયા

હવે લસણ મોંઘુઃ ગયા વર્ષ કરતા ૩૦૦ ટકાનો ભાવ વધારોઃ કિલોનો ભાવ રૂ.૩૨૦ - ૩૫૦

અમદાવાદ,તા.૪: શિયાળા દરમિયાન ઠંડીથી હાર્ટને રક્ષણ આપવા માટે આમ તો લસણના ઉપયોગને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. સામાન્ય રીતે રીંગળનો ઓળો, ઊંધિયું કે અન્ય કોઈ શાકનો સ્વાદ વધારનારા લસણના ભાવના કારણે હવે ગૃહિણીઓનું બજેટ ખોરવાય જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. માર્કેટમાં હાલ લસણ ૩૨૦થી ૩૫૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. પાછલા વર્ષએ આ જ સમય લસણનો ભાવ ૭૦-૧૦૦ રૂપિયા પ્રતિ કિલો વચ્ચે હતો.

માર્કેટના સૂત્રોએ જણાવ્યુ કે, પાછલા વર્ષે ૩ ડિસેમ્બરે હોલસેલ માર્કેટમાં લસણ ૬-૨૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું હતું. આ વર્ષે તે ૪૬-૧૬૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. અમદાવાદમાં એગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટીના સેક્રેટરી દીપક પટેલે કહ્યું, સૂકા લસણની આવક ૩૦ ટકાથી વધારે દ્યટી ગઈ છે.

પાછલા વર્ષે આ સમયે માર્કેટમાં ૭,૨૫૪ કિવન્ટલ સૂકું લસણ આવ્યું હતું. આ વર્ષે તે આંકડો માત્ર ૪૮૨૦ કિવન્ટલ છે. એકસપર્ટ્સે કહ્યું કે, માવઠાના કારણે લસણના પાકને નુકસાન થયું છે. આ વર્ષે પણ લસણનું વાવેતર ૨૬૭૩ હેકટરમાં થયું છે, જે પાછલા વર્ષે ૩૨૧૮ હેકટરમાં હતું.

ગુજરાતમાં શિયાળાની સીઝનમાં લસણનો દ્યણી રીતે ઉપયોગ કરાતો હોય છે. દ્યણા લોકો લીલા લસણને દેશી દ્યીમાં સાંતળીને ખાતા હોય છે. પરંતુ આ વર્ષે લીલા લસણનો ભાવ ૩૫૦-૪૫૦ રૂપિયા પ્રતિ કિલો સુધી છે. પાછલા વર્ષે હોલસેલ માર્કેટમાં લીલું લસણ ૨૦-૩૦ રૂપિયા પ્રતિ કિલોએ મળતું હતું, જે આ વર્ષે ૧૫૦-૨૦૦ રૂપિયામાં મળી રહ્યું છે. આ પાછળનું કારણ છે લીલા લસણની ખૂબ ઓછી આવક. પાછલા વર્ષે ૬૨ કિવન્ટલ પ્રતિ દિવસની સરખામણીએ આ વર્ષે માત્ર ૯ કિવન્ટલ પ્રતિ દિવસ લીલા લસણની આવક થઈ રહી છે.

વેજલપુરમાં રહેતા એક ગૃહિણી રેખા પટેલે કહ્યું, સામાન્ય રીતે શિયાળા દરમિયાન શરીરને ગરમ રાખવા અને લોહીનું પરીભ્રમણ ચાલું રાખવા લસણ વધુ ખવાતું હોય છે. પરંતુ હાલની કિંમતે ને જોતા લસણને કિલોમાં ખરીદીને ગાર્લિકની પેસ્ટ બનાવી રાખવી લગભગ અશકય છે.

(11:42 am IST)