Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

ઈસરોને પણ લેન્ડરના કાટમાળ અંગે જાણકારી આપવામાં આવી હતી પરંતુ ફકત નાસાએ જ મારી વાત પર ધ્યાન આપ્યુ : શન્મુગા સુબ્રમણ્યમ

ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરનો કાટમાળ શોધનાર ચેન્નાઈના એન્જીનિયર શન્મુગા સુબ્રમણ્યમે કહ્યું હતું કે તેમણે નાસા અને ઈસરો બંનેને આ અંગે જાણકારી આપી હતી પરંતુ ફકત નાસાએ જ તેમને જવાબ આપ્યો હતો. એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતા શન્મુગા સુબ્રમણ્યમે કહ્યુ હતું કે મેં લેન્ડરનો કાટમાળ શોધી તેના વિશે નાસા અને ઈસરો બંનેને જાણકારી આપી હતી. પરંતુ ફકત નાસાએ જ મારી વાત પર ધ્યાન આપ્યુ. મને એ વાતનું ઘણું દુઃખદ છે, વિક્રમ લેન્ડ ન ફરી શકયુ. સુબ્રમણ્યમે આ પણ દાવો કર્યો હતો કે તે પોતાના આ મિશન માટે દરરોજ સાત કલાક કામ કરતા હતા.

(11:40 am IST)