Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

રશિયામાં હવે સ્વતંત્ર પત્રકારો ઉપર ભરડો

આવા પત્રકારો-બ્લોગરોને વિદેશી જાસુસ ગણવામાં આવશેઃ નવા કાનુન ઉપર પુતિને મંજુરીની મહોર મારી

 મોસ્કો : રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને સોમવારે સ્વતંત્ર પત્રકારો અને બ્લોગરોને વિદેશી જાસૂસ જાહેર કરનાર વિવાદિત કાયદા પર મંજૂરીની મહોર મારી દીધી છે. જોકે આ કાયદો ટીકાકારોને પસંદ પડયો નથી. ટીકાકારો અને સિવિલ સોસાયટી સંગઠનના સભ્યોએ આ કાયદાને સ્વતંત્રતાનો ભંગ ગણાવ્યો છે. સુધારિત કાયદામાં બ્રાન્ડ મીડિયા સંગઠનો અને એનજીઓને વિદેશી જાસૂસ ગણવાની સત્ત્।ા સરકારી અધિકારીઓને આપવામાં આવી છે. રશિયામાં પહેલી વાર ૨૦૧૭માં આ સંબંધિત કાયદો લાવ્યો હતો. સરકારી વેબસાઇટના જણાવ્યાનુસાર નવા કાયદા હેઠળ હવે સ્વતંત્ર પત્રકારોને પણ તત્કાળ પ્રભાવથી વિદેશી જાસૂસ જાહેર કરી શકાય છે. બીજા દેશોમાંથી પૈસા મેળવનાર તથા દેશની રાજનીતિમાં સામેલ રહેનાર પત્રકારો વિદેશી એજન્ટ ગણાશે. વિદેશી જાસૂસ જાહેર થનાર પત્રકારોએ સ્પષ્ટતા આપવી પડશે નહીંતર તેમને દંડ થશે.

 

 સ્વતંત્ર પત્રકારો અને બ્લોગરોને વિદેશી જાસૂસ જાહેર કરનાર વિવાદિત કાયદા પર વિપક્ષ અને સંગઠનોએ ઉગ્ર વિરોધ શરૂ કરી દીધો છે. એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ અને રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડર્સ સહિત ૯ સંગઠનોએ નવા કાયદા પર ભારે ચિંતા વ્યકત કરી છે. તેમનું કહેવું છે કે નવા નિયમોથી સરકાર પત્રકારો અને બ્લોગરો અને ઈન્ટરનેટ યૂઝર્સને પણ સરળતાથી નિશાન બનાવી શકે છે. સંગઠનોએ ગત મહિને કહ્યું હતું કે આ કાયદો સ્વતંત્ર અને નિષ્પક્ષ મીડિયા પર પ્રતિબંધ લગાડવા તથા વિપક્ષનો અવાજ બંધ કરવાનો પ્રયાસ છે. રશિયન સરકારનું એવું કહેવું છે કે જે રીતે પિૃમી દેશોમાં પત્રકારોને વિદેશી જાસૂસ ગણવામાં આવે છે તે કાયદો જ આ પ્રકારનો છે. રશિયન નેતા એલેકસી નવાલનીના સંગઠનને પણ વિદેશી એજન્ટ ગણવામાં આવી રહ્યું છે. રશિયાએ આ પગલું ત્યારે ભર્યું છે.

(11:37 am IST)