Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

જમ્મુ-કાશ્મીરના કૂપવાડામાં સેનાની પોસ્ટ બરફના તોફાનની ઝપટમાં : હિમસ્ખલનમાં 3 જવાન ગુમ

બાંદીપોરા અને ગુરેજ સેક્ટર અને કૂપવાડા જિલ્લાના તંગધાર સેક્ટરમાં હિમસ્ખલ : એવલાન્ચ રેસ્ક્યુ ટીમ અને સેનાના હેલિકોપ્ટરો દ્વારા જવાનોની શોધખોળ

શ્રીનગર: ઉત્તર કાશ્મીરના અનેક વિસ્તારોમાં બરફના ભયંકર તોફાનમાં ભારતીય સેનાના 3 જવાનો સપડાયા હોવાના અહેવાલ છે. કાશ્મીરના કૂપવાડા અને બાંદીપોરા જિલ્લામાં થયેલા હિમસ્ખલનની અલગ અલગ ઘટનાઓમાં જવાનો લાપત્તા થયા છે. લાપત્તા જવાનોની શોધમાં સેનાની એઆરટીને લગાવવામાં આવી છે. કૂપવાડામાં બરફના તોફાનમાં સેનાની પોસ્ટ ચપેટમાં આવી ગઈ છે.

 મળતી માહિતી મુજબ મંગળવારે હિમસ્ખલનની બે ઘટનાઓ બાંદીપોરા અને ગુરેજ સેક્ટર તથા કૂપવાડા જિલ્લાના તંગધાર સેક્ટરમાં ઘટી છે. આ બંને વિસ્તારો ઉત્તર કાશ્મીર હેઠળ આવે છે. 18 હજાર ફૂટથી વધુ ઊંચાઈ પર થયેલા હિમસ્ખલનમાં 3 જવાનો લાપત્તા થયા હોવાનું જાણવા મળે છે. જવાનોની શોધમાં સેનાએ એવલાન્ચ રેસ્ક્યુ ટીમ અને સેનાના હેલિકોપ્ટરોને લગાવ્યાં છે. જો કે હજુ સુધી સેનાએ આ ઓપરેશન અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી.

 
(1:20 am IST)
  • હે હેલ્મેટ બાપા.... જયાં હોય ત્યાં સુખ શાંતિથી રહેજો, ફરી પાછા ટપકતા નહિં: સોશ્યલ મીડિયામાં ફરતા મેસેજ access_time 4:17 pm IST

  • નગરપાલીકા અને મહાનગરપાલીકા વિસ્તારમાં હેલ્મેટ મરજીયાત કરવાથી રાજકોટમાં કોંગ્રેસ ફટાકડા ફોડી વિજયને વધાવ્યોઃ અશોક ડાંગરની જાહેરાત access_time 1:36 pm IST

  • ઓટો મોબાઇલ ક્ષેત્રની મંદી મ્યુનીસીપલ કોર્પોરેશનને નડી ? વાહન વેરામાં ગત વર્ષ કરતા ૧.૭૪ લાખનું ગાબડું: શહેરમાં ૧ એપ્રિલ-ર૦૧૯થી આજ દિન સુધીમાં ૩પ૦૦૦ વાહનો વેચાતા ૯.પ૮ લાખની આવકઃ ગત વર્ષે ૧ એપ્રિલ-ર૦૧૮ થી ૩ ડીસેમ્બર - ર૦૧૮ સુધીમાં ૪૩૦૦૦ વાહનો વેચાતા ૧૧.૩ર લાખની આવક થવા પામી હતી access_time 3:36 pm IST