Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

ભાજપને બદલે શિવસેનાને કેમ પસંદ પસંદ કરી ?: શરદ પવારે કહ્યું શિવસેના સાથે ગઠબંધન માટે તાલમેલ સરળ

કોંગ્રેસ સાથે જે પ્રકારની વાતચીત ચાલી તેનાથી અજિત પવાર નારાજ હોવાથી ભાજપમાં ગયા હતા

 

મુંબઈ : મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેના-એનસીપી-કોંગ્રેસની ગઠબંધન સરકાર બની ગઈ છે એનસીપીના સુપ્રીમો શદર પવારે વડાપ્રધાન મોદી તરફથી મળેલા પ્રસ્તાવ, અજીત પવારનો બળવો સહિતના તમામ સવાલોના જવાબ આપ્યા હતાં. સાથે એનસીપી ચીફે રહસ્ય પણ ખોલ્યું હતું કે, તેમણે ભાજપના બદલે શિવસેના સાથે કેમ ગઠબંધન બનાવ્યુ.શરદ પવારે પણ સ્વિકાર્યુ હતું કે એનસીપી પર અજીત પવારની પકડ મજબુત છે પણ તેમને ડેપ્યુટી સીએમ બનાવવાને લઈને સવાલ તેઓ ટાળી ગયા હતા

 એનસીપી ચીફે શરદ પવારે કહ્યું હતું કે, ભાજપ સાથે ગઠબંધનની સરખામણીમાં શિવસેના સાથે ગઠબંધન કરવું વધારે સરળ હતું. તેમણે કહ્યું હતું કે, ભત્રેજા અજીત પવારે પાર્ટી સાથે વિદ્રોહ કર્યો હતો કારણ કે મહારાષ્ટ્ર કોંગ્રેસ સાથે જે પ્રકારની વાતચીત ચાલી રહી હતી તેનાથી તો ખુબ નારાજ હતા.

 ધર્મનિરપેક્ષ કોંગ્રેસ-એનસીપી અને દાયકાઓ સુધી હિંદુત્વની વિચારધારાની સમર્થક શિવસેના વચ્ચે ગઠબંધનમાં મુખ્ય ભૂમિકા અદા કરનારા શરદ પવારે કહ્યું હર્તું કે, વિચારધારાથી અલગ થવા છતાયે ગઠબંધન વચ્ચે સંપૂર્ણ ભાગીદારી છે. તેમને વિશ્વાસ છે કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની સરકાર પાંચ વર્ષ પુરા કરશે.

 ભાજપ સાથે અજીત પવારે હાથ મિલાવવાને લઈને શરદ પવારે કહ્યું હતું કે, તે અમારી વચ્ચે ચર્ચાઓ દરમિયાન પાછા ફર્યા હતાં. અજીત પવાર કોંગ્રેસ અને એનસીપી વચ્ચે વાતચીતથી ખુશ નહોતા. તેઓ એકદમ નારાજ હતા. જેને લઈને તેમણે ભાજપ સાથે જવાનો નિર્ણય લીધો હતો .

(12:38 am IST)