Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

કેન્દ્રની મુદ્રા યોજનામાં 6.04 લાખ કરોડમાંથી, 17,251 કરોડ NPA થયા :સરકારે આપી માહિતી

આ રકમ કુલ વિતરિત રકમના 2.86 ટકા છે.

 

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે કહ્યું કે પ્રધાનમંત્રી યોજના હેઠળ ફાળવેલ 6.04 લાખ કરોડમાંથી, આશરે ત્રણ ટકા રકમ નોન પરફોર્મિંગ એસેટ (એનપીએ) થઈ છે. કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે રાજ્યના સવાલના લેખિત જવાબમાં માહિતી આપી હતી.

   તેમણે કહ્યું હતું કે, વિવિધ બેન્કો પાસેથી મળેલી માહિતી મુજબ, મુદ્રા યોજનાની શરૂઆતથી, માર્ચ 2019 સુધીમાં, તેના અંતર્ગત વિતરણ કરવામાં આવેલા કુલ રૂ. 6.04 લાખ કરોડમાંથી, લગભગ 17,251 કરોડ નોન-પરફોર્મિંગ સંપત્તિ બની ગઈ હતી. રકમ કુલ વિતરિત રકમના 2.86 ટકા છે.

  કેન્દ્ર સરકારે નાના ઉદ્યોગોને મદદ કરવા માટે વડા પ્રધાન મુદ્વા યોજના શરૂ કરી હતી. હેઠળ લોકોને ધંધો શરૂ કરવા માટે લોન આપવામાં આવે છે. યોજના એપ્રિલ 2015 માં શરૂ થઈ હતી.

(12:08 am IST)