Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

જંગલમાં ભીષણ આગ લાગતા,ફાયરબ્રિગેડની ૧૦ ગાડી તહેનાત

મુંબઇની ફિલ્મ સિટીની પાસેના

મુંબઈ,તા.૪: મુંબઈમાં ફિલ્મ સિટીની નજીકના પહાડી વિસ્તારોમાં સોમવારે સાંજે ભીષણ આગ લાગી છે, જેના પર મોડી રાત સુધી કાબૂ નહોતો પામી શકાયો. સાંજે ૬.૩૦ વાગ્યાની આજુબાજુમાં આરે કૉલોનીમાં આગ લાગી હતી.

રિપોર્ટ્સ મુજબ ઘટના સ્થળ પર ૧૦થી પણ વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ આગને કાબૂમાં લેવા પ્રયત્નો કરી રહી છે. આગ લાગી છે તે આખો વિસ્તાર જંગલોથી ઘેરાયેલો છે, અને એવામાં ફાયર બ્રિગેડની ગાડીઓને પણ પહોંચવામાં ભારે સમય લાગ્યો. મુંબઈ ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું કે સોમવારે મુંબઈના ઉપનગર ગોરેગાંવમાં આઈટી પાર્કની પાસે આગ લાગી ગઈ. ફાયર ફાયટર વિભાગના અધિકારીઓ મુજબ ગોરેગાંવમાં અરુણ કુમાર વિદ્યા માર્ગની નજીક ઘટનાસ્થળ એક ખુલો પ્લૉટ છે. આ આરે કોલોની નજીક છે. આ જંગલમાં કેટલાય જાનવરો અને આદિવાસી લોકો પણ રહે છે, પરંતુ હાલ પોલીસે કોઈપણ પ્રકારની જાનહાનીની નુકસાનીની જાણકારી આપી નથી. હજુ સુધી આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી.

(3:57 pm IST)