Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા-રાહુલને સુપ્રિમ તરફથી લપડાક

સુપ્રિમ કોર્ટે આયકર વિભાગને આપી સોનિયા - રાહુલ વિરૂધ્ધ તપાસની પરવાનગી : તપાસમાં આગળ વધવા પણ છુટ : ૮ જાન્યુ.એ વધુ સુનાવણી : જો કે કોર્ટની સ્પષ્ટતા : આ અંતિમ આદેશ નથી : આયકર વિભાગ ૨૦૧૧-૧૨માં જમા કરાવેલ ટેક્ષ એસેસમેન્ટની કરે છે તપાસ

નવી દિલ્હી તા. ૪ : નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમની માતા સોનિયા ગાંધીને મોટો ઝાટકો લાગ્યો છે. કોર્ટે આ કેસ સાથે જોડાયેલા વર્ષ ૨૦૧૧-૧૨ના ટેક્ષ મૂલ્યાંકનના મામલે આયકર વિભાગને તે બંને ઉપરાંત કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓસ્કાર ફર્નાડીસ વિરૂધ્ધ તપાસ ચાલુ કરવાની મંજુરી આપી દીધી છે. જોકે કોર્ટે સ્પષ્ટ કર્યું કે, આ મામલે હજુ અંતિમ આદેશ આપવામાં આવ્યો નથી. હવે આ કેસની વધુ સુનાવણી ૮ જાન્યુઆરીએ કરાશે.

સુપ્રિમ કોર્ટે જોકે તેની સામે કેસ પેન્ડીંગ રહેવા સુધી આયકર વિભાગે તેમની કાર્યવાહી કરવામાં માટે લેવામાં આવેલો નિર્ણય લાગુ કર્યા પહેલા રોકી દેવામાં આવ્યો. કોર્ટે કહ્યું કે, તે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમની માતા સોનિયા ગાંધીની અરજીના ગુણ દોષ પર કોઇ મંતવ્ય આપી રહ્યા નથી.

આ મામલે સુનાવણી ૧૩ નવેમ્બરે થઇ હતી ત્યારે કોર્ટે કોંગ્રેસના બંને નેતાઓને ઝાટકો આપીને આયકર વિભાગ તરફથી તેમને આપેલી નોટીસ પર રોક લગાવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો.

આ પહેલા ૧૦ સપ્ટેમ્બરે દિલ્હી હાઇકોર્ટે વર્ષ ૨૦૧૧૧૨ના ટેક્ષ ફાળવણીના મામલે બીજીવાર ખોલવાના મુદ્દામાં રાહુલ અને સોનિયાને રાહત આપવાનો ઇન્કાર કરી દીધો હતો. દિલ્હી હાઇકોર્ટના નિર્ણય બાદ બંને નેતાઓએ સુપ્રીમમાં અરજી દાખલ કરીને નેશનલ હેરાલ્ડ અને યંગ ઇન્ડિયા સાથે જોડાયેલા ટેક્ષ એસેસમેન્ટની બીજીવાર તપાસને આયકર વિભાગના આદેશ પર રોક લગાવાની માંગ કરી હતી. હાઇકોર્ટે તેમના આદેશમાં કહ્યું હતું કે, આયકર વિભાગ કર સંબંધી જુના મામલાની બીજીવાર તપાસ કરી શકે છે.

(3:23 pm IST)