Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

કર્મચારીઓને મોટી સફળતા:7 માં કમિશનની માંગ સરકાર સ્વીકરશે :કેબિનેટ બેઠકમાં મુકાશે દરખાસ્ત

ભથ્થા તથા જૂની પેંશન સ્કીમની માંગને લઈને કેબિનેટ સચિવ સાથે બેઠક ખૂબ સકારાત્મક

     ફોટો 7

નવી દિલ્હી :7મુ પે કમિશન હેઠળ ભથ્થા તથા જૂની પેંશન સ્કીમની માંગને લઇને ઘણા રાજ્યોના કર્મચારી દિલ્હી પહોંચ્યા અને હુંકાર રેલી કાઢીને જંતર-મંતર પર જોરદાર પ્રદર્શન કર્યું હતું  કર્મચારીઓના વલણને જોતાં સરકારે કેબિનેટ સચિવ દ્વારા માંડી સાંજે આ વાતચીત માટે બોલાવ્યા હતા  આ વાતચીતમાં કેબિનેટ સચિવે કર્મચારીઓને આશ્વાસન આપ્યું હતું કે તે જૂની પેંશન સ્કીમના બધા લાભ અપાવવા માટે કર્મચારીઓની આ માંગને આગામી કેબિનેટની બેઠકમાં મુકશે. કેબિનેટ સચિવ સાથે બેઠકમાં કર્મચારી ખૂબ સફળ ગણી રહ્યા છે અને તેને કર્મચારીઓની મોટી જીત ગણી રહ્યા છે.

  દેશભરના કર્મચારી સંગઠનોના સંયુક્ત પ્લેટફોર્મ પબ્લિક સર્વિસ ઇમ્પ્લાઇઝ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ વીપી મિશ્રાએ ગણાવ્યું કે સરકારના કેબિનેટ સચિવ સાથે બેઠક ખૂબ સકારાત્મક રહી. તો બીજી તરફ તેમણે જૂની પેંશન સ્કીમની કર્મચારીઓની માંગને સ્વિકાર કરતાં તેનાથી સંબંધિત પ્રસ્તાવ આગામી બેઠકમાં લઇ જવાની વાત કહી છે. તેમણે આશ્વાસન આપ્યું છે કે ભલે સ્કીમનું નામ ન બદલવામાં આવે પરંતુ જૂની પેંશન સ્કીમના બધા લાભ કર્મચારીઓને ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવશે.

 સાથે તેમણે કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવતા કર્મચારીઓને લઇને પોલીસી બનાવવાની વાત કહી છે જેથી કર્મચારીઓનું શોષણ ન થાય. મિશ્રાના અનુસાર જૂની પેંશન સ્કીમની માંગને જો સરકાર સ્વિકાર કરી લે છે તો આ કર્મચારીઓ માટે ખૂબ મોટી ઉપલબ્ધિ હશે. તેમણે કહ્યું કે આ બેઠકમાં 7th Pay Commission હેઠળ બધા ભથ્થા આપવા, ન્યૂનતમ પગાર વધારવો તથા ફિટમેંટ ફોર્મૂલામાં સુધારાની વાત પણ કેબિનેટ સચિવ સામે મુકી છે.

(12:20 pm IST)