Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

હવે માત્ર QR કોડથી ખોલી શકશો બેંક ખાતુઃ મોદી સરકાર બનાવી રહી છે પ્લાન

ઓફલાઇન આધાર KYCની નવી રીતે હોઇ શકે છે : આમા વ્યકિતનું નામ, ફોટોગ્રાફ અને એડ્રેસ સિવાય અન્ય માહિતી ગોપનીય રહે છે

નવી દિલ્હી તા. ૪ : બેન્કમાં એકાઉન્ટ ખોલવા માટે આધાર કાર્ડની અનિવાર્યતા ખતમ થયા બાદ સરકાર અને રિઝર્વ બેન્ક ઓફલાઈન આદાર દ્વારા બેન્ક એકાઉન્ટ ખોલવા પર વાતચીત કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે બેન્ક એકાઉન્ટ QR કોડથી ખુલશે. એટલે કે ઓફલાઈન આધારકાર્ડ દ્વારા બાયોમેટ્રિક eKYCની જગ્યા QR કોડને સ્કેન કરવામાં આવશે. વાતચીત સફળ થવા પર બેન્ક એકાઉન્ટ ખોલાવવા, ઈન્સ્યોરન્સ ખરીદવા અને પેમેન્ટ વોલેટ ઓપરેટ કરવા માટે નવા ઓફલાઈન આધારનો ઉપયોગ કરવામાં આવશે.

ઓફલાઈન આધારનો UIDAIના સર્વર સાથે કોઈ લિંક નથી હોતું. મ્ય્ કોડવાળા પ્રિંટ આઉટને UIDAI દ્વારા ડિઝિટલી સાઈન કરવામાં આવશે, જેનાથી આ ડોકયુમેન્ટ રાશન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અને મતદાન ઓળખ પત્ર જેટલું ભરોસાપાત્ર થઈ જશે. સાથે પાસપોર્ટ ઓફિસ અને બેન્કને આમાં ઘણી સુવિધા થઈ જશે.

UIDAI અનુસાર, ઓફલાઈન આધાર KYCની નવી રીત હોઈ શકે છે. આમાં વ્યકિતનું નામ, ફોટોગ્રાફ અને એડ્રેસ સિવાય અન્ય માહિતી ગોપનીય રહે છે. જેથી આ લોકોની જાણકારીને સેફ રાખવાની શ્રેષ્ઠ રીત થઈ શકે છે.(૨૧.૭)

(10:06 am IST)