Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

નવ મહિનાનો બાળકે હાઇકોર્ટમાં કરી જાહેરહિતની અરજી :જાહેર સ્થળોએ બ્રેસ્ટફીડિંગની માંગી મંજૂરી

ધૂમ્રપાન માટે રૂમો બને તો ફીડિંગ માટે કેમ નહીં’ ?; માતા પિતા દ્વારા અરજીમાં તર્ક ઉઠાવ્યો

કોલકાતા: નવ મહિનાના બાળકે પોતાના માતા-પિતા દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે, જેમાં જાહેર સ્થળો પર બ્રેસ્ટફીડિંગ કરવાની તેણે મંજૂરી માગી છે. કેન્દ્ર સરકાર આ અંગે કોઈ કાયદો બનાવે તેવી શક્યતા છે. અવયાનની અરજી પર 13 ફેબ્રુઆરીએ હાઈકોર્ટમાં સુનાવણી થશે. કેન્દ્ર આ સંબંધમાં ઉઠાવાયેલા પગલાઓ અંગે વિસ્તૃત જવાબ આપશે તેવી આશા છે.

 

  અવયાનની વકીલ માતા નેહા રસ્તોગીએ જણાવ્યું કે, ‘ડિસેમ્બર 2017ની વાત છે, જ્યારે અવયાન માત્ર બે વર્ષનો હતો અને તેને લઈને વિમાનથી બેંગલુરુ જવું પડ્યું. દિલ્હી-બેંગલુરુ ફ્લાઈટ પોતાની મુસાફરી પૂરી કરવામાં લગભગ 3 કલાકનો સમય લે છે.રસ્તોગીએ જણાવ્યું કે, વિમાનમાં અવયાનને ફીડિંગની જરૂર હતી. પરંતુ ત્યારે ત્યાં કોઈ એકાંત સ્થળ ન મળ્યું અને એવી કોઈ જગ્યા ન મળી કે જ્યાં તેને ફીડિંગ કરાવી શકું. મદદ માગવાની પણ કોઈ અસર ના થઈ. એક મા તરીકે દીકરા માટે કંઈ ના કરી શકવું વધારે પીડાદાયક હતું. : બાળકને સ્તનપાન કરાવવા માંગતી માતાને મૉલે આપી એક એવી સલાહ કે મોટો વિવાદ થઈ ગયો
  પોતાની સાથે બનેલી આ ઘટના બાદ આ સમસ્યાના ઉકેલ માટે નેહાએ પતિ અનિમેશ સાથે મળીને કોર્ટ જવાનું નક્કી કર્યું. તેમણે જુલાઈ, 2018માં અપીલ દાખલ કરી. મામલાની આગામી સુનાવણી હાઈકોર્ટમાં 13 ફેબ્રુઆરીએ થશે. આ મામલે પતિ અનિમેશ કહે છે કે, ‘પ્રાઈવસીનો અધિકાર અને જીવવાનો અધિકાર આપણા મૂળભૂત અધિકાર છે. તેનાથી આપણે બાળકને માત્ર એટલા માટે વંચિત ન રાખી શકીએ કેમકે તે નિઃસહાય છે. તેની કાયદેસરતાથી વધારે તે આપણી માનસિકતાનો પણ સવાલ છે. ઉદાહરણ માટે નવી દિલ્હી નગર નિગમે પોતાના એક જવાબમાં હાઈકોર્ટને જણાવ્યું કે, નિગમ બાથરૂમની બાજુમાં બેબી ચેન્જિંગ રૂપ બનાવી રહ્યું છે. પણ, મારો સીધો સવાલ છે કે, શું તમે બાથરૂમ બરાબર બાજુમાં ભોજન કરવાનું પસંદ કરશો? તો પછી તમે બાળકોને એવું કરવા માટે કેમ કહો છો? મારો તેમાં પણ વિરોધ છે. દિલ્હી હાઈકોર્ટ આ મુદ્દા પર ઘણી સંવેદનશીલ રહી છે.
 
જ્યારે નેહાનો તર્ક છે કે, ‘જાહેર સ્થળો પર ધૂમ્રપાન માટે રૂમ બનાવી શકીએ છીએ, પણ આપણી પાસે હજુ સુધી એવા રૂમ નથી જ્યાં બાળકને ફીડિંગ કરાવી શકાય. તેની પાસે પણ કાયદાકીય સુરક્ષા કેમ ન હોય?’

 

  અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે કોઈ બાળકનો જન્મ થાય છે તે સાથે જ તેને એ બધા અધિકાર મળી જાય છે, જે એક વયસ્કના હોય છે. જોકે, કોઈ અપીલ પર સહી કરવા માટે ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમર હોવી જોઈએ. એવામાં જો કોઈ સગીર બાળક કોર્ટમાં અપીલ કરી રહ્યું છે તો તેના માતા-પિતા તેના નામ પર અરજી કરી શકે છે

(9:08 am IST)