Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

રાહુલ ગાંધી પર શુભેચ્છાનો વરસાદ : કાર્યકર ઉત્સાહિત

રાહુલ બબ્બર શેર છે : નવજોત સિદ્ધૂની પ્રતિક્રિયા : રાહુલમાં વડાપ્રધાન બનવાના તમામ ગુણ છે : કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી

નવી દિલ્હી,તા. ૪ : કોંગ્રેસના પ્રમુખ બનવાની દિશામાં રાહુલ ગાંધી આગળ વધી ગયા છે. આજે ઉમેદવારીપત્રના સેટ દાખલ કર્યા બાદ કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. રાહુલ ગાંધીના પ્રસ્તાવક બનેલા મનમોહનસિંહે કહ્યં હતું કે, રાહુલ પાર્ટીના ડાર્લિંગ નેતા છે. રાહુલ ગાંધી ખુબ જ લોકપ્રિય અને કુશળ નેતા તરીકે ઉભરી આવશે. મનમોહનસિંહે એમ પણ કહ્યું હતું કે, રાહુલ ગાંધી પાર્ટીની પરંપરાને આગળ વધારશે. બીજી બાજુ કોંગ્રેસ માટે આજના દિવસને ઐતિહાસિક ગણાવીને રણદીપ સૂરજેવાલાએ રાહુલને યોગ્ય ઉમેદવાર ગણાવ્યા હતા. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું હતું કે, ચૂંટણીમાં તમામ પ્રક્રિયા પાળવામાં આવી છે. પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહે કહ્યું હતું કે, રાહુલ ગાંધી વડાપ્રધાન બનવા માટે યોગ્ય ઉમેદવાર છે.

યોગ્ય અને સારા વડાપ્રધાન એક દિવસ સાબિત થશે. કોંગ્રેસમાંસામેલ થયેલા નવજોત સિદ્ધૂએ પણ પોતાના અંદાજમાં કહ્યું હતું કે, રાહુલ ગાંધી બબ્બર શેર તરીકે છે.

 

(8:06 pm IST)