Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

પાટીદારોને અનામત, મહિલાઓનું ઘરનું ઘર, વિજદરમાં ૫૦ ટકાનો ઘટાડો, પેટ્રોલ-ડીઝલમાં રૂ.૧૦નો ઘટાડોઃ 'ખુશ રહે ગુજરાત'ના ઇરાદા સાથે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો પ્રસિદ્ધ કર્યો

રાજકોટઃ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ હેપ્પીનેસ ઇન્ડેકસના હેતુથી કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યાનું જણાવ્યુંઃ જેમાં નીચે મુજબના વચનો અપાયા છે પાટીદારોને ૪૯ ટકામાં ફેરફાર કર્યા વગર અનામત, મહિલાઓનું ઘરનું ઘર, વિજદરમાં ૫૦ ટકાનો ઘટાડો, પેટ્રોલ-ડીઝલમાં રૂ.૧૦નો ઘટાડો, દરેક જિલ્લામાં છાત્રાલય, વિદ્યાર્થીઓને લેપટોપ અને સ્માર્ટ ફોન, ખેડૂતોનું દેણુ માફ કરાશે, ખેડૂતોને ૧૬ કલાક વિજળી, સેટેલાઇટ જમીન માપણી રદ્દ કરાશે, કામદારોને સમાન વેતનધારો, દરેક તાલુકાઓમાં ઓપરેશન થિયેટરવાળી હોસ્પિટલો, જીએસટીમાં મુકિત માટે ધ્યાન અપાશે, બેરોજગારોને રોજગારી વગેરે વચનો કોંગ્રેસ દ્વારા અપાયા છે

 

(5:39 pm IST)