Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

પાટીદારોની જૂની પેઢી હજુય મોદીના સમર્થનમાં!

ભાજપનો વિરોધ અને કોંગ્રેસને સમર્થન મામલે પાટીદારોમાં જ મતભેદ : ...તો પાટીદાર વૃધ્ધો મનાવી લેશે યુવાનોનેઃ પાટીદાર સમાજના વયોવૃધ્ધોનો સૂર બદલાયોઃ ભાજપે શરૂ કર્યું પાટીદાર મનાવો મિશન

મહેસાણા તા. ૪ : ૭૬ વર્ષીય રામભાઈ ગંગારામદાસ પટેલ મહેસાણા જિલ્લામાં આવેલ લાખવડ ગામના પૂર્વ સરપંચ અને સ્કૂલના નિવૃત્ત્। પ્રિન્સિપાલે કહ્યું કે આગામી ગુજરાત ચૂંટણીમાં ભાજપ જ જીતશે. પોતાની જ જ્ઞાતિના યુવા વર્ગ દ્વારા અનામત માટે ભાજપ વિરુદ્ઘ આંદોલન કરવામાં આવ્યું હોવા છતા અને પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ દ્વારા જાહેરમાં કોંગ્રેસનું સમર્થન કરવામાં આવ્યું હોવા છતા રામભાઈ જેવા અનેક પાટીદાર વૃદ્ઘો હજુ પણ ભાજપમાં પોતાનો વિશ્વાસ ધરાવે છે.

મહેસાણા નજીક આવેલ પાટીદાર પ્રભુત્વ ધરાવતા ૧૫ ગામડાઓમાંથી એક લાખાવડ પાટીદાર અનામત આંદોલનનું કેન્દ્ર પણ રહ્યું છે. લાખવડની નજીકમાં જ આવેલ વિસનગરમાંતો આંદોલનના પગલે હિંસાત્મક દેખાવો પણ યોજાયા હતા જેને કંટ્રોલ કરવા માટે પોલીસ દ્વારા કરવામાં આવેલ ફાયરિંગ બાદ હાર્દિક પટેલ આંદોલનનો યોદ્ઘા બની ગયો હતો અને અનેક પાટીદારો ભાજપના વિરોધી બની ગયા હતા.

જોકે ધીમે ધીમે પાટીદાર સમાજમાં અનામત અંગેનો ગુસ્સો થંડો થઈ રહ્યો છે. કેમ કે, હવે અનેક પાટીદાર કાયદા નિષ્ણાંતો પણ અનામત મેળવવામાં આવતી કાયદાકીય અડચણને સમજી રહ્યા છે તો રાજસ્થાનમાં જે રીતે કોંગ્રેસે આપેલું ગુર્જર અનામત કાયદાકીય ગુંચવાડામાં પડી ગયું છે તે જ રીતે કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં વાયદો કરવામાં આવેલ અનામત પણ કાયદાની ગૂંચમાં ફસાઈ શકે છે. જોકે અનામત આંદોલને એક સ્પષ્ટ ઘાવ આપ્યો છે અને જેના કારણે ભાજપને સમર્થન આપવા મુદ્દે પાટીદાર સમાજમાં બે તડા જોઈ શકાય છે.ભાજપે આ સમર્થન મેળવવા માટે અનેક પાટીદાર આગેવાનોને મેદાનમાં ઉતાર્યા છે અને પાટીદાર યુવાનોને મનાવવા પ્રયાસ શરુ કર્યા છે. મહેસાણાના રહેવાસી રામભાઈએ કહ્યું કે 'પાછલા થોડા દિવસોમાં પરિસ્થિતિ બદલાઈ છે અમને દ્યણું સમજાઈ ગયું છે અને ચૂંટણીની તારીખ સુધીમાં ભાજપ ફરી એકવાર પાટીદાર સમાજ અને પાટીદાર યુવાનોનો વિશ્વાસ મેળવી લેશે.' જોકે હાલ તો ભાજપને વોટ આપવા મામલે પાટીદાર સમજામાં યુવાનો અને જૂની પેઢી વચ્ચે વિચારભેદ જોવા મળી રહ્યો છે. રામભાઈ પટેલ સ્પષ્ટપણે માનવું છે કે ગુજરાતમાં ભાજપને હરાવવું એટલે ૨૦૧૯માં નરેન્દ્ર મોદીના હાથમાંથી દેશને જતો કરી દેવો જે પોષાય તેવું નથી.રામભાઈએ કહ્યું કે, 'અમે દરરોજ યુવાનોને મળીને કોંગ્રેસના બીજા સ્વરુપની ઓળખ આપી રહ્યા છે. કેમ કે આ યુવાનોએ કોંગ્રેસનું શાસન જોયું નથી એટલે તેમને ખબર જ નથી કે કેવું ખરાબ શાસન હતું.' જયારે બીજી બાજું જેમ જેમ ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે ભાજપ અને કોંગ્રેસ રાજયના ૧૩% પટેલ મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે. ઉત્ત્।ર ગુજરાતમાં બીજા તબક્કામાં ચૂંટણી થવાની છે અને અહીં પાટીદારોનું પ્રભુત્વ ખાસ્સુ છે. આજ કારણે ભાજપે ૫૨ જેટલા પાટીદાર ઉમેદવાર ઉતાર્યા છે તો કોંગ્રેસે ૪૭ ઉમેદવારને ટિકિટ આપી છે.

પાટીદાર ઉમેદવારો પૈકી ભાજપે ૨૯ લેઉવા અને ૨૩ કડવા પાટીદારોને ટિકિટ આપી છે. જયારે પાટીદારોને પોતાની ઝોળીમાં લેવા માટે હાર્દિક પર આધાર રાખતી કોંગ્રેસે ૨૬ લેઉવા અને ૨૧ કડવા પાટીદારોને ટિકિટ ફાળવી છે. જયારે ચૂંટણીમાં વોટિંગ પેટર્ન પણ ગામડાઓના કલસ્ટરના આધારે જોવામાં આવે છે ત્યારે ઉત્ત્।ર ગુજરાતમાં પાટીદારોનું આવું સૌથી મોટું કલસ્ટર ૮૪ ગામડાઓનું છે. જયાતી ડે.સીએમ નીતિન પટેલ ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા છે.

અહીં પાટીદારો રાજકીય ધ્રુવિકરણની સ્થિતિ બની રહ્યા છે ત્યારે અન્ય જાતિના મતદારો જેવા કે, પ્રજાપતિ, વાણિયા, બ્રાહ્મણ, ચૌધરી અને ઠાકોર ભાજપ તરફ વળી રહ્યા છે. જે થોડાદ્યણા અંશે ભાજપની જીતના વિશ્વાસને મજબૂત બનાવે છે. ફ્રુટનો વેપાર ધરાવતા ભરતભાઈ ધંસારી રોડને દેખાડતા જણાવે છે કે આ મોટા હાઈવે અને રોડ જુવો. આ બધું જ જયારે મોદી મુખ્યમંત્રી હતા ત્યારે બનાવ્યું હતું. ખરેખર વિકાસ તો ભાજપના રાજમાં જ થયો છે કોંગ્રેસે કયારેય અહીં કંઈ કર્યું નથી. જયારે પ્રખર કોંગ્રેસી અને સ્થાનિક ઉદ્યોગપતિ અમ્બુભાઈ પટેલ કહે છે કે કોંગ્રેસ માટે વોટશેરિંગ વધશે પરંતુ નજીવા આંકડાથી જીત ભાજપની થશે તેવું મને લાગી રહ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે, 'મોદી કહે છે કે કોંગ્રેસે પટેલો સાથે અન્યાય કર્યો છે પરંતુ હકીકતમાં એ મોદી અને શાહ હતા જેમણે કેશુભાઈ અને આનંદીબેનને બહારનો રસ્તો દેખાડ્યો છે.' તો તેમણે હાર્દિકના સીડી કાંડ અંગે પણ નારાજગી વ્યકત કરતા કહ્યું હતું કે 'હાર્દિકની પોતાની અંગત લાઇફ પણ છે અને તેમાં કોઇએ બીજાએ દખલગીરી કરવી જોઈએ નહીં.'

(5:02 pm IST)