Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

ક્રોધના નાશ માટે રામાયણનું રસપાન ઉત્તમઃ પૂ.મોરારીબાપુ

સૂરતમાં વિર જવાનોના પરિવારોના હિતાર્થે આયોજીત ''માનસ શહિદ'' શ્રીરામકથાનો ત્રીજો દિવસ

રાજકોટ તા. ૪ : ''ક્રોધના નાશ માટે રામાયણનુ રસપાન કરવુ ઉત્તમ છે'' તેમ પૂ.મોરારીબાપુએ સૂરતમાં વિરજવાનોના પરિવારોના હિતાર્થે આયોજીત ''માનસ શહિદ'' શ્રી રામકથાના ત્રીજા દિવસે જણાવ્યું હતું.

પૂ. મોરારીબાપુએ વધુમાં કહ્યું કે, જેને ભજનનો આહાર તેને ધર્મનો ઓડકાર આવે છે ક્રોધ અને લોભનો નાશ સંતોષથી થાય છે.

ગઇકાલે શ્રીરામકથાના બીજા દિવસે દાન આપનાર દાતાઓ (આહિર સમાજના ટ્રસ્ટીઓ)ની બાપુ દ્વારા ભાવવંદના કરવામાં આવી હતી ત્યાર બાદ સૈન્ય સાથે જોડાયેલા બે અતિથિઓ-મેજર નીતીન મહેતા અને મેજર જનરલ સુનીલ ચંદ્રાની પણ બાપુના હસ્તે 'સ્મૃતિચિહૃ આપી ભાવવંદના કરવામાં આવી હતી. તો શહીદ પરિવાર નાયક કે.ક.ેખિમૈૈયાનું સન્માન એમના પત્ની આશા બહેને સ્વીકાર્યું હતું. મેજર નીતીન મહેતા અને મેજર જનરલ સુનીલ ચંદ્રાએ પોતાના વિચાર અનુભવ પ્રસ્તુત કર્યા હતા આ કથા પ્રારંભના દૌરનું સંચાલન કવિ-ગાયક હરિશ્ચંદ્ર જોશીએ કર્યું હતું.'

શહીદ પરિવારના લાભાર્થે યોજાયેલી રામકથામાં દરરોજ બહોળી સંખ્યામાં ધનરાશિનું અનુદાન આવી રહ્યું છે, ત્યારે એ દાતાઓની સંખ્યા ગઇકાલે રપ લાખને આંબી હતી જેમાં જેના પ્રતિનિધિરૂપ મુખ્ય ત્રણ દાતાઓ-લોકકલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રૂ. પ કરોડની ધનરાશિનો ચેક અર્પણ થયો હતો, ત્યાર બાદ અવધ-ગ્રુપ-માતુશ્રી કંકુબા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પણ ૧.૩ કરોડ રૂપિયાનું અનુદાન કર્યું હતું. સુરતની હીરાની ફેકટરીઓમાં કામ કરતા રત્નકલાકારોએ પોતાના એક-બેદિવસ કે મહિનાના પગાર અર્પણ કર્યા હતા. તો હરિકૃષ્ણ એકસપર્ટ પ્રાઇવેટ કંપનીના રત્નકલાકારભાઇઓએ અને કંપનીના માલિક સવજીભાઇ ધોળકીયાએ ર.૮ કરોડ રૂપિયા એકત્રિત કરી કુલ ૩.૧૧ કરોડની ધનરાશિ મારૂતિ વીર જવાન ટ્રસ્ટને અર્પણ કરી હતી બાપુએ આ ત્રણેય દાતાઓનું અભિવાદન કર્યુ હતું.

પૂ. મોરારીબાપુએ વધુમાં કહ્યું કે દર ૩૦મી જાન્યુઆરી આપણે શહીદ દિન તરીકે ઉજવીએ છીએ અને એ દિવસે સવારે ૧૧ કલાકે મિનીટનું મૌન પણ આપણે સૌ પાડીએ છીએ તો મારા દેશની જનતાને એક નમ્ર અપીલ કે, દેશના સેવાસો કરોડ, લોકો પ્રત્યેક વ્યકિત દીઠ માત્ર એક રૂપિયા મારા સૈનિકોની પુજા માટે આપે, ઘરમાં જેટલા સભ્ય હોય એ માત્ર એક જ રૂપિયો સૈનિકો માટે શહીદોની સેવા માટે આપે તો કેટલું મોટુ કામ થાય, આ બાવો માગે છે, તો કથાને આપણે વિશેષ સ્મરણીય બનાવી શીકશું.

પૂ.મોરારીબાપુએ જણાવ્યું કે સાચી શહિદી બોર્ડર ઉપર લડતા-લડતા મરવું એ? ના, સાચી શહીદી તો એ છેકે ક્ષમતા હોય છતા કોઇના અપમાનને હસતા-હસતા સહન કવું...ક્ષમતા હોવા છતા જે ક્ષમા કરેએ  શહીદ અને સાધુ પણ આધ્યાત્મિક જગતનો-આધ્યાત્મિક પંથનો પરમ સૈનિક જ છેતે..સૈનિકનું અન્ય લક્ષણ એ છે કે જે સાચો હોય પણ દંભ ન કરે જે બીજાને માટે પોતે ખપી જતો હોય, એ સૈનિક છે. આજકાલ ધન્યવાદ ખૂબ સસ્તો થઇ ગયો છે. લોકો વાત-વાતમાં એકબીજાને ધન્યવાદ આપતા ફરે છે અને એ પણ અકારણ નહી જ અરે., ધન્યાવદ તો શહીદોને અપાય, રામકથામાં નિમિત્ત બને એને અપાય, ધન્યવાદને આટલો સસ્તો ન બનાવો, એ તો હૃદય પ્રદેશની ઉપજ છે. માનસમાં જટાયુનો ભોગ વિખ્યાત છે જટાયુ એ રામકથા જગતનો પ્રથમ શહીદ છે અને હું તો નાનુભાઇને (કથાના નિમિત્તમાત્ર યજમાન) ને વિનંતી કરૃં કે, શૈર્યચક્ર, પરમવીર ચક્ર, મારૂતિ ચક્ર વગેરે એવોર્ડ તો સૈનિકોને મળે જ છે, પણ એમાં એક 'જટાયુ એવોર્ડ' પણ મળવો જોઇએ.

એક શ્રોતાનો પ્રશ્ન હતો કે, બાપુ આ કથાને તમે પ્રેમયજ્ઞ કહો છો તો શું પ્રેમમા પૈસાની જરૂર પડે ? બાપુએ કહ્યું કે, હા, પૈસાની જરૂર પડે કારણ કે, આપણે બધા પૈસાને પ્રેમ કરીએ છીએ અને આમાં પૈસો નથી ખર્ચાતો, અહીં તો લક્ષ્મીનું દાન થઇ રહ્યું છે અને બધાજ ભોજન પ્રસાદ પણ લેજો, કેમ કે, આ કોઇ સાધુ-સંતો દેવતાઓનો ભંડારો નથી, પણ જેટલા શહિદ થયા છે. એમનો ભંડારો છે અને એટલે જ અહી ખરા અર્થમાં પ્રેમયજ્ઞ થઇ રહ્યો છ.ે

(4:34 pm IST)