Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

વિવિધ ક્ષેત્રે રોજગારરૂપી ખજાનો આવી ગયોઃ નોકરીઓ વિણવા માંડો

-રીઝર્વ બેન્ક, બેન્ક ઓફ બરોડા, ઇન્ડિયન નેવી, બીએસએફ, કોલેજ, વિજ નિગમ વિગેરેમાં ભરતી

રાજકોટ તા. ૪ : કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી વિવિધ ક્ષેત્રે નોકરીઓનો વરસાદ વરસી રહ્યો છે ત્યારે નોકરી વાંચ્છુઓ  માટે નોકરી મેળવવાનો હાલનો સમય શ્રેષ્ઠ અને સોનેરી કહી શકાય. આજના યુવાધન માટે રોજગારરૂપી ખજાનો આવી ગયો છે તેમ કહેવું જરા પણ અતિશયોકિત નહીં લાગે. હજુ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થતાં પુષ્કળ પ્રમાણમાં ભરતીઓ થવાની પ્રબળ શકયતા હાલમાં દેખાઇ રહી છ.ે વિવિધ સરકારી વિભાગોમાં પુષ્કળ પ્રામણમાં જગ્યાઓ ખાલી છે અથવા તો નજીકના ભવિષ્યમાં ખાલી થઇ રહી છે. વિવિધ ક્ષેત્રે ચાલતી ભરતીઓ ઉપર નજર કરીએ તો...

 રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ૭/૧ર/ર૦૧૭ ની છેલ્લી અરજી તારીખ સાથે ઓફીસ એટેન્ડન્ટની પર૬ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે આ ભરતીમાં ૩૯ જગ્યાઓ અમદાવાદ ખાતે રહેનાર છે. ધોરણ ૧૦ પાસ અથવા તો સ્નાતકથી ઓછી લાયકાત ધરાવનાર ઉમેદવાર અરજીપાત્ર છે. વયમર્યાદા તા.૧/૧૧/૧૭ ના રોજ ૧૮ થી રપ વર્ષ હોવી જોઇએ. સરકારશ્રીના નિયમ મુજબ રીઝર્વ કેટેગરીના ઉમેદવારોને છૂટછાટ મળવાપાત્ર છે.

ઉમેદવારની પસંદગી કમ્પ્યુટર આધારીત ઓનલાઇન પરીક્ષા તથા એપ્ટીટયુડ ટેસ્ટના આધારે થનાર હોવાનું જાણવા મળે છ.ે ભરતી વિશેની તમામ માહિતી. www.rbi.org.in વેબસાઇટ ઉપર જોઇ શકાય છે.

 ભારત હેવી ઇલેકટ્રીકલ્સ લી.દ્વારા તા.૧૬/૧ર/ર૦૧૭ સુધી સોમવારથી શુક્રવાર દરમ્યાન સવારે ૯ વાગ્યાથી ૩-૩૦ સુધી તથા શનિવારે ૯ થી ૧૧ દરમ્યાન એપ્રેન્ટીસ ટેકિનશ્યન ટ્રેનિંગ (એક વર્ષ) માટે સીધા ઇન્ટરવ્યું હાલમાં યોજાઇ રહ્યા છે.

ડીપ્લોમાં ઇન ઇલેકટ્રોનીકસ એન્ડ કોમ્યુનિકેશન/ઇલેકટ્રીકલ એન્ડ ઇલેકટ્રોનિકસ/મિકેનિકલ એન્જીનીયરીંગ અથવા તો કોમ્પ્યુટર સાયન્સમાં એન્જીનીયરીંગ કરેલ તથા તા.૧/૧૧/ર૦૧૭ ના રોજ ૧૮ થી ર૭ વર્ષ ઉંમર ધરાવનાર ઉમેદવારો અરજીપાત્ર છે. રીઝર્વ કેટેગરીના ઉમેદવારોને સરકારશ્રીના નિયમ મુજબ છૂટછાટ મળવાપાત્ર છે. તાલીમ દરમ્યાન સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. www. bheledn.com

 બેન્ક ઓફ બરોડા દ્વારા પ/૧ર/-ર૦૧૭ ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે સ્પેશ્યલ ઓફીસર્સની ૪ર૮ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે . જેમાં રીસ્ક મેનેજમેન્ટ સ્કેલ-પ, ઇન્ફર્મેશન ટેકનોલોજી સ્કેલ-૪, ટ્રેઝરી સ્કેલ-૩ તથા ર, ફાયનાન્સ/ક્રેડીટ સ્કેલ-૩ તથા ર, ટ્રેડ ફાયનાન્સ સ્કેલ-ર, સિકયુરીટી સ્કેલ-ર તથા સેલ્સ સ્કેલ-૧ની જગ્યાઓનો સમાવેશ થાય છે લાયકાત, વયમર્યાદા, અનુભવ સહિતની તમામ વિગતો www.bankofbaroda.co.in અથવા http://ibps.sifyiitest.com/bobsplonov17/ વેબસાઇટ ઉપર જોઇ શકાય છે.

 ધ ઇન્ડિયન નેવીમાં આર્ટીફીસર એપ્રેન્ટીસ (AA) માટે સેઇલર્સ તરીકે જોડાવા માંગતા ઉમેદવારો માટે ઓગસ્ટ ર૦૧૮ ની બેચ (કોર્સ કોમેન્સીંગ) સંદર્ભે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૦/૧ર/ર૦૧૭ છે. ૧૦+ર પરીક્ષામાં ૬૦ કે તેથી વધુ ટકા ધરાવનાર અને મેથ્સ તથા ફીઝીકસ ઉપરાંત કેમેસ્ટ્રી-બાયોલોજી અને કમ્પ્યુટર સાયન્સ, આ ત્રણમાંથી એક વિષય સાથે ઉતિર્ણ થનાર અપરિણિત ઉમેદવાર અરજીપાત્ર છે ઉમેદવારનો જન્મ ૧/૮/૧૯૯૮ થી ૩૧/૭/ર૦૦૧ (બંને દિવસો સહિત) વચ્ચે થયેલો હોવો જોઇએ. www.joinindiannavy.gov.in

 ભારતીય રીઝર્વ બેન્ક સર્વિસીઝ બોર્ડ, મુંબઇ દ્વારા ૮/૧ર/ર૦૧૭ ની છેલ્લી અરજી તારીખ સાથે સંશોધક-ગ્રેડ બી (રીસર્ચર-પીએચડી) ની ૬ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે.www.rbi.org.in

 ભરાડ ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર્સ એજયુકેશન (બી.એડ્.કોલેજ) ઇન્દ્રપ્રસ્થનગર, ગૌતમનગર મેઇન રોડ, હેમુ ગઢવી હોલ પાછળ રાજકોટ-૩૬૦૦૦૧ દ્વારા ૧૪/૧ર/-ર૦૧૭ ની છેલ્લી અરજી તારીખ સાથે પ્રિન્સીપાલ તથા કોમર્સ, ગુજરાતી, સંસ્કૃત,  હિન્દી, ઇતિહાસ, ભૂગોળ, ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના વ્યાખ્યાતાની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

 ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઇઝર્સ એન્ડ કેમીકલ્સ લી. (GNFC) દ્વારા ૧૦/૧ર/ર૦૧૭ ની છેલ્લી અરજી તારીખ સાથે એડીશ્નલ જનરલ મેનેજર (ફાયનાન્સ) તથા ચીફ મેનેજર (ફાયનાન્સ)ની  ભરતી ચાલી રહી છે. ૧/૧૧/૧૭ ના રોજ એડીશ્નલ જનરલ મેનેજર માટે ૪પ વર્ષ તથા ચીફ મેનેજર માટે ૪૩ વર્ષ સુધીની વયમર્યાદા જાહેરાતમાં દર્શાવેલ છે. http://www.gnfc.in/career html.

 રાધે ઇન્સ્ટીટયુટ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી ઉપલેટા (જી.રાજકોટ) દ્વારા ડીપ્લોમાં એન્જી.કોલેજ માટે પ્રિન્સીપાલ, કલાર્ક, પટ્ટાવાળા તથા સિવિલ, મિકેનિકલ, ઇલેકટ્રીકલ, કમ્પ્યુટર એન્જીનીયરીંગ ઉપરાંત મેથસ, ઇંગ્લિશ, ફીઝીકસ, કેમેસ્ટ્રીના લેકચરર્સની ભરતી તા. ૯/૧ર/૧૭ ની છેલ્લી અરજી તારીખ સાથે ચાલી રહી છે.www.radheinstitute.net. ફોન નં. ૦ર૮ર૬-રરરર૭પ.

 ઇન્ડિયન નેવીમાં જોડાવવા માટે કોમન સર્વિસીસ સેન્ટર્સ (CSCS) મારફત આવેદન કરી શકાય છે.દેશભરમાં આવા આશરે અઢીલાખ જેટલા સેન્ટર્સ છે.digitalseva.csc.gov.in csc.gov.in તથા  joinindiannavy.gov.inઁ વેબસાઇટ ઉપરથી સંપૂર્ણ માહિતી મેળવી શકાય છે.

 ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટીટયુટ (ITI) ઘોઘલા-દિવ દ્વારા ઇન્સ્ટ્રકટર તથા વર્કશોપ એટેન્ડન્ટની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. www.diu.gov.in

 બેન્ક ઓફ બરોડા, અમદાવાદ ઝોન દ્વારા ર૦/૧ર/ર૦૧૭ (સાંજે પ વાગ્યા સુધી) ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે ગુજરાત રાજયની શાખાઓ માટે પૂર્ણ સમયના પટ્ટાવાળાની ભરતી ચાલે છે. આ ભરતી સબોર્ડીનેટ કેડરના સશસ્ત્ર રક્ષકની (ભૂતપૂર્વ સર્વિસમેન માટેજ)  છે. વધુ વિગતો વેબસાઇટ પર છે. http://ahmedabad.bobcareers.in

 પાર્થ વિદ્યાલય, ૧-સહજાનંદ નગર, ફોર્ચ્યુન હોટલ પાછળ, ૧પ૦ ફુટ રીંગ રોડ, મવડી, રાજકોટ દ્વારા બાલમંદિર તથા ધો.૯,૧૦ અને ૧૧,૧ર કોમર્સ માટે શીક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલે છ.ે ઉપરાંત કલાર્ક (રીસેપ્શન) સ્પોર્ટસ ટીચર અને ડ્રોઇંગ ટીચરની પણ ભરતી ચાલે છે. સંપૂર્ણ બાયોડેટા સાથે તા. ૬/૧ર/૧૭ સુધીમાં રૂબરૂ મળવાનું જણાવાયું છે. મો.૯૮ર૪૮ ર૭૩૩પ

 ઇન્ડિયન નેવી (ભારતીય નૌસેના) દ્વારા નોર્સેનિક, એમ.આર.ઓકટોબર ર૦૧૮ ની બેચમાં એડમિશન લેવા માટેની છેલ્લી અરજી તારીખ ૧૭/૧ર/ર૦૧૭ છે. મેટ્રીક પાસ અપરિણીત યુવકો શેફ, સ્ટુઅર્ડ તથા સફાઇ કામદારની જગ્યાઓ માટે પસંદ થઇ શકે છે.www.joinindiannavy.gov.in

 બોર્ડર સિકયુરીટી ફોર્સ (BSF દ્વારા ૧૩/૧ર/ર૦૧૭ ની છેલ્લી અરજી તારીખ સાથે હેડ કોન્સ્ટેબલ્સની ૧૬ર જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે ધોરણ ૧૦ પાસ ઉમેદવારો અરજી કરી શકે છ.ે ડે.જનરલ (સ્ટાફ) ડાયરેકટોરેટ જનરલ, બીએસએફ બ્લોક નં. ૪, સીજીઓ કોમપ્લેક્ષ, લોઢી રોડ, નવી દિલ્હી -૧૧૧૦૦૩ www.ojasnow.com

 ગુજરાત સ્ટેટ ઇલેકટ્રીસિટી કોર્પોરેશન લી. દ્વારા ૧૧/૧ર/-ર૦૧૭ ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે વિદ્યુત સહાયક (જુનીયર એન્જીનીયર્સ) -ઇલેકટ્રીકલ મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટલ એન્ડ કંટ્રોલ, એન્વાર્યમેન્ટ, મેટલર્જી, સિવિલ ક્ષેત્રમાં તથા ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનીકની ભરતી પ્રક્રિયા ચાલી રહી છ.ે કુલ ૧પ૪ જગ્યાઓ છે. વયમર્યાદા ૩પ વર્ષ છે. સરકારશ્રીના નિયમ મુજબ રીઝર્વ કેટેગરીના ઉમેદવારોને છૂટછાટ મળવાપાત્ર છે. GSECLની વેબસાઇટ જોઇ શકાય છ.ેall gujarat jobs લખીને www.ojasnow.com વેબસાઇટ જોઇ શકાય છે.

 દિવ અને દમણ એડમિનિસ્ટ્રેશન દ્વારા બાળસંરક્ષણ ક્ષેત્રમાં ધોરણ-૧ર પાસે/ડીપ્લોમા પાસ અને ગ્રેજયુએટ થયેલા ઉમેદવારો માટે તા.૧૩/૧ર/ર૦૧૭ ની છેલ્લી અરજી તારીખ સાથે ૧ર જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી હોવાનું સંભળાય રહ્યું છ.ે www.diu.gov.in તથા diu recruitment for various posts 2017 વેબસાઇટસ જોઇ શકાય છે.

આટઆટલી ચિકકાર નોકરીઓ વિવિધ ક્ષેત્રે ચાલી રહી છે. ત્યારે યોગ્ય લાયકાત, સચોટ માર્ગદર્શન, સ્વપ્રયત્ન, હકારાત્મક અભિગમ, આત્માવિશ્વાસ, ઇશ્વરમાં શ્રદ્ધા અને સમાજ માટે કંઇક કરી છુટવાની તમન્ના સાથે મહેનત કરવા તુટી પડો-મંડી પડો, નોકરીરૂપી સોનેરી ભવિષ્ય આપ સૌની રાહ જોઇ રહ્યું છે. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને બેસ્ટ ઓફ લક.

(કોઇપણ જગ્યાએ નોકરી માટે અરજી કરતા પહેલા ભરતી વિશેની તમામ માહિતી વેબસાઇટ દ્વારા ફોન દ્વારા, રૂબરૂ કે પછી અન્ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવી હિતાવહ છે, કેજેથી લેટેસ્ટ ઇન્ફર્મેશન મળી શકે).

 વિવિધ નોકરીઓ માટેસ્ટાફ સિલેકશન કમિશન ઓફ ઇન્ડિયા-www.ssc.nic.inઁઁઁ તથા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન-www.upsc.gov.in ની વેબસાઇટ પણ સમયાંતરે જોતી રહેવી હિતાવહ છ.ે

(4:27 pm IST)