Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

દુનિયાભરમાં મોદીનો નહિં હિન્‍દુસ્‍તાનનો જયજયકાર થાય છે

કોંગ્રેસે આત્‍મનિરીક્ષણ કરવાની જરૂર છે, એવું તે શું થયું કે દેશનો ખૂણે ખૂણો તેને સ્‍વીકારવા તૈયાર નથી : અટલજીની સરકાર બાદ ૧૪ વર્ષે ભાજપ સરકારમાં મૂડીઝના રેન્‍કમાં સુધારો થયો : નરેન્‍દ્રભાઈ

રાજકોટ વિજય ભવઃ નરેન્‍દ્રભાઈની જંગી જાહેરસભામાં માનવ મહેરામણ ઉમટી પડયું :  વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી ગઈસાંજે રાજકોટ આવેલા. તેઓની સભામાં માનવ મહેરામણ ઉમટી પડયુ હતું. તેઓના એક - એક વાકયો ઉપર તાલીઓ અને મોદી મોદીના નારાઓ ગુંજતા જોવા મળ્‍યા હતા. નરેન્‍દ્રભાઈને સાંભળવા હજારોની સંખ્‍યામાં લોકો ઉમટયા હતા.  ઉપરોકત તસ્‍વીરોમાં નરેન્‍દ્રભાઈ મોદીનું સભામાં આગમન થતાં મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ ભારદ્વાજ, વિજયભાઈ કાનગડ, ધનસુખભાઈ ભંડેરી, ડી. કે. સખીયા, ભાનુભાઈ મેતા, દેવાંગભાઈ માંકડ, અરવિંદભાઈ રૈયાણી, ગોવિંદભાઈ પટેલ, જયેશભાઈ રાદડીયા, લાખાભાઈ સાગઠીયા, જીતુભાઈ કોઠારી, મૌલેશભાઈ પટેલ, રમેશભાઈ ટીલાળા સહિતના આગેવાનો દ્વારા ફુલોના હારથી સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતું તે પ્રસંગની તસ્‍વીર. ઉપરની તસ્‍વીરમાં જંગી સભાને સંબોધતા નરેન્‍દ્રભાઈ નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૪ : કેન્‍દ્રમાં ભાજપના શાસનમાં ત્રણ વર્ષ બાદ દુનિયાભરમાં મોદીનો નહિં પણ હિન્‍દુસ્‍તાનનો જયજયકાર થઈ રહ્યો છે. અટલજીની સરકાર બાદ ભાજપ સરકારમાં મૂડીઝના રેન્‍કીંગમાં ૧૪ વર્ષ બાદ સુધારો થયો છે. આજે દેશના કોઈપણ ખૂણે પ્રજા કોંગ્રેસને સ્‍વીકારવા તૈયાર નથી જેથી કોંગ્રેસે આત્‍મમંથન કરવુ જોઈએ તેમ ગઈસાંજે નાના મવા રોડ ખાતેના મેદાનમાં યોજાયેલ જંગી સભામાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ ઉદ્દબોધન કર્યુ હતું.

રાજકોટે મને પ્રથમ વખત ધારાસભ્‍ય બાદ મુખ્‍યમંત્રી અને વડાપ્રધાન બનાવ્‍યો છે. હું કયારેય રાજકોટને નહિં ભૂલુ, આપનો ઘણો આભારી છું. દુનિયામાં હિન્‍દુસ્‍તાનનો જયજયકાર થાય છે તે મોદીના લીધે નહિં પણ તમારા જેવા પ્રજાજનોના લીધે છે. દુનિયાનો કોઈ વડો મોદી સાથે હાથ મીલાવે ત્‍યારે તેને મોદી નહિં પણ સવા સો કરોડ લોકો દેખાય છે.

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ વધુમાં કહેલ કે આજે દુનિયા ભારતના સામર્થ્‍યને સ્‍વીકારવા લાગી છે. વડાપ્રધાને પોતાની સરકારની સિદ્ધિઓ વર્ણવતા કહ્યું કે, વર્લ્‍ડ કે જે રેન્‍કીંગ બહાર પાડયુ હતું, ત્રણ વર્ષ પહેલા ૧૪૨મો રેન્‍ક હતો જે હવે આજે ૧૦૦મા રેન્‍કમાં પહોંચ્‍યુ હતું. આ અમારી ત્રણ વર્ષનો કઠોળ પરિશ્રમ, સ્‍પષ્‍ટ જાતિ અને અમલીકરણનું પરિણામ છે.

તેઓએ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ ઉપર પ્રહાર કરતા જણાવ્‍યુ કે ભારતે પહેલા મોટી ડીગ્રીવાળા હાવડવાળા વડાપ્રધાન જોયા છે. પણ આપણે તો હાડવર્કવાળા હાવર્ડ કરતા હાડવર્ક વધુ પરિણામ આપતુ હોય છે.

નરેન્‍દ્રભાઈએ વધુમાં જણાવ્‍યુ હતું કે, અમેરીકન સંસ્‍થાના એક સર્વેમાં એમ જણાવાયુ છે કે દુનિયામાં લોકોને જો સૌથી વધુ ભરોસો હોય તો ભારતની વર્તમાન સરકાર પર લોકોને ઘણો ભરોસો હોવાનું બહાર આવ્‍યુ હતું.

વડાપ્રધાને કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું કે, તેમના પરાજયના વિક્રમ કોઈ તોડી શકશે નહિં. અમે વિજયના વિક્રમો તોડયા છે. કોંગ્રેસે આત્‍મનિરીક્ષણ કરવાની જરૂર છે, એવું તે શું થયુ કે દેશનો એકપણ ખૂણો તેમને સ્‍વીકારવા તૈયાર નથી?

નરેન્‍દ્રભાઈએ પોતાની સરકારની સિદ્ધિઓ વર્ણવતા કહ્યુ કે એક જમાનો હતો જયારે ગુજરાતનું બજેટ ૧૦ હજાર કરોડ હતું આજે ૧ લાખ ૭૧ હજાર કરોડ થઈ ગયું છે. આવુ કેમ બન્‍યુ હશે? આટલો ઝડપી વિકાસ કેમ શકય બન્‍યો હશે? આ તકે વડાપ્રધાને શિક્ષણ, આરોગ્‍ય, લઘુ ઉદ્યોગ સહિતના ક્ષેત્રે તેઓની સરકાર દરમિયાન થયેલા વિકાસની સિદ્ધિઓ વર્ણવી હતી.

આ જાહેરસભામાં રાજકોટના ચારેય ઉમેદવારો મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી અને લાખાભાઈ સાગઠીયા તેમજ રાજકોટ - ૬૯ના ભાજપના ઈન્‍ચાર્જ શ્રી નીતિનભાઈ ભારદ્વાજ, ઉદયભાઈ કાનગડ, ધનસુખભાઈ ભંડેરી, ડી. કે. સખીયા, જીતુભાઈ કોઠારી, દેવાંગભાઈ માંકડ, ધારાસભ્‍ય અને જેતપુરના ભાજપના ઉમેદવાર જયેશભાઈ રાદડીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા સહિત મોટી સંખ્‍યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉમટી પડયા હતા.

જંગી સભામાં માનવમેદની ઉમટી પડી હતી. આ તકે બાન લેબવાળા મૌલેશભાઇ પટેલ, રમેશભાઈ ટીલાળા સહિતના આગેવાનોએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈનું સન્‍માન કર્યુ હતું.

 

 

(8:08 pm IST)