Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

કોંગ્રેસને હાર્દિકની ચેતવણીઃ બોલ્યું પાળજો...

અનામત માટે આપેલ વચન પાળવામાં કોંગ્રેસ પાછીપાની કરશે તો લડી લઇશઃ પાસ સુપ્રીમોનો ધ્રુજારો

નવી દિલ્હી તા. ૪ : : પાટીદાર અનામત આંદોલનનો ૨૪ વર્ષીય યુવા નેતા હાર્દિક પટેલ અત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં એકસ ફેકટર બનીને ઉભર્યો છે. રાજયમાં યોજાતી તેની સભા અને રેલીમાં લોકોની ભીડ જોઈને ભાજપ ચિંતામાં છે તો કોંગ્રેસ ગેલમાં છે. કેમ કે અલાયદું અનામત આપવાના કોંગ્રેસના દાવા સાથે હાર્દિકે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે. હવે જોવાનું એ રહે છે કે હાર્દિકની સભામાં ઉમટી પડતા પાટીદારોના વોટ ઇલેકશનના દિવસે કયાં પડે છે.  હાર્દિક સાથે વાતચીતના અંશો.

પ્રશ્નઃ તમારું આંદોલન શેના માટે છે?

જવાબઃ મારુ આંદોલન લોકો માટે છે. બેરોજગારી અને ગરીબીમાંથી તેમની આઝાદી માટે છે. સત્ત્।ાધારીઓ તરફથી તેમના પર થતા અત્યાચાર બાબતે અને લોકોના અધિકારની આ લડાઈ છે. અમારી હાર લોકોની હાર હશે.

પ્રશ્નઃ પરંતુ ભાજપ તો કહે છે કે આ ચૂંટણી તેમના માટે વિકાસ મુદ્દો છે?

જવાબઃ શું વિકાસ અને કોનો વિકાસ? એક-બે બ્રિજ બનાવી દેવાથી વિકાસ નથી થતો. શહેરોની બહાર ગામડાઓમાં જાવ અને ખેડૂતોને મળો પછી મને કહો કે કયાં વિકાસ છે.

પ્રશ્નઃ ઘણા કહે છે કે સમાજમાં તમારો પ્રભાવ ફકત કેટલાક શહેરો-ગામડાઓ પૂરતો જ મર્યાદીત છે?

જવાબઃ જે લોકો આવું કહે છે તેમણે મારી રેલીઓના ફૂટેજ જોયા નથી. જો લોકોને મારામાં વિશ્વાસ ન હોય તો નાના ગમડાઓમાં શા માટે ૧૦૦૦ લોકો ભેગા થઈને મને મળવા આવે. તેમની જમીનો આંચકી લેવામાં આવી છે. તેઓમાં ગુસ્સો છે.

પ્રશ્નઃ તો શું ફકત યુવાનો અને બેરોજગારો જ તારી સાથે છે?

જવાબઃ ના, સમગ્ર સમાજ મારી સાથે છે. યુવાનો અને વૃદ્ઘો બધા જ મારી સાથે છે.

પ્રશ્નઃ શા માટે સાધનસંપન્ન પટેલ સમાજને રીઝર્વેશનની જરુર છે?

જવાબઃ અમે અમારો હક્ક માગીએ છીએ. જયારે મારા પટેલ ભાઈઓને કોલેજમાં પ્લેસમેન્ટ નથી મળતું, તેમને નોકરીઓ નથી મળતી, તો પછી શા માટે અમે અનામતની માગણી ન કરીએ. અમને કોઈ ઉપકાર નથી જોઈતો અમે તો ન્યાયની માગણી કરી રહ્યા છે. ફકત થોડા પટેલો પૈસાદાર હોય તેનો મતલબ એવો નથી કે બધા પટેલો પૈસાદાર છે. મોટાભાગના પટેલોએ તેમની જમીન ગુમાવી છે અને વળતરમાં તેમને કશું જ મળ્યું નથી.

પ્રશ્નઃ મોદી અને અમિત શાહ અંગે તમારું મંતવ્ય શું છે?

જવાબઃ તેઓ ગુજરાતનું શાસન સરમુખત્યારશાહીથી ચલાવે છે.

પ્રશ્નઃ શા માટે કોંગ્રેસ સાથે જોડાણ કર્યું?

જવાબઃ મે કોંગ્રેસ સાથે કોઈ જોડાણ નથી કર્યું. મારો એક જ પોઈન્ટનો એજન્ડા છે ગમે તે ભોગે ભાજપને હરાવવું.

પ્રશ્નઃ પરંતુ તારી સભાઓમાં તો તું કોંગ્રેસ માટે વોટ માગે છે?

જવાબઃ હું ગુજરાત અને પટેલો માટે પ્રચારસભા કરું છું. હું પોતે કોઈ ચૂંટણી લડી નથી રહ્યો અને કોઈ પાર્ટી માટે વોટ પણ નથી માગી રહ્યો.

પ્રશ્નઃ પરંતુ કોંગ્રેસ પાસે સત્ત્।ા જ નથી તો તેઓ કઈ રીતે તમને અનામત આપી શકશે?

જવાબઃ તે અમે ચૂંટણી પછી જોઈશું. જો તેઓ અમને અનામત નહીં આપે તો હું તેમની સામે પણ લડીશ.

પ્રશ્નઃ તારા ઘણા જુના સાથીદારો ભાજપમાં જોડાઈ રહ્યા છે?

જવાબઃ જેમને પણ જવું છે તે ભલે જાય. અમારું આંદોલન ખૂબ મોટું છે અને લોકો મારી સાથે છે.

પ્રશ્નઃ અચ્છા સેકસ સીડી અંગે શું છે? શું તેનાથી તને કોઈ નુકસાન થયું છે?

જવાબઃ લોકશાહીમાં કોઈને પણ કોઈપણ વ્યકિતની પ્રાઇવેટ લાઇફમાં સવાલ ઉભો કરવાનો હક્ક નથી. તેમના અંગત જીવનમાં લોકોને જેવું કરવું હોય તેવું કરવાની છૂટ હોવી જ જોઈએ. આ સીડી હકીકતમાં ભાજપની નીરાશા દર્શાવે છે.

(12:24 pm IST)