Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

રાષ્ટ્રીય મહિલા પંચે હાર્દિક વિરૂધ્ધ મહિલાએ કરેલ નવી ફરિયાદ સ્વિકારી

નવી દિલ્હી તા. ૪ : પાટીદાર નેતા હાર્દિક પટેલની ચર્ચાસ્પદ સેકસ સીડીમાં દર્શાવાયેલી મહિલાનું જાતીય શોષણ થયું હોવાની બીજી ફરિયાદ મળી છે, જેને પગલે રાષ્ટ્રીય મહિલા પંચના અધ્યક્ષ રેખા શર્મા આ મહિલાને મળશે અને તેની સાથે વાત કરશે.

એક નિવેદનમાં કહેવાયું હતું કે, રેખા શર્માની આગેવાનીમાં એક ટીમ રવિવારે રાત્રે સુરત આવશે અને હાર્દિક પટેલે જેનું જાતીય શોષણ કર્યું હોવાનું કહેવાય છે તે મહિલાને મળશે. પંચે કહ્યું હતું કે ભોગ બનેલી મહિલા પોતે ફરિયાદી નથી, તેમ છતાં તે મહિલા રાષ્ટ્રીય મહિલા પંચના અધિકારીઓને મળવા ઈચ્છે છે. નિવેદનમાં કહેવાયું હતું કે સેકસ સીડીમાં જે મહિલા દર્શાવાઈ છે તે ગુપ્ત રીતે માહિતી આપવા તૈયાર છે, પરંતુ જાહેરમાં આગળ આવતા ગભરાય છે.

દિલ્હી સ્થિત વકીલ ગૌરવ ગુલાટીએ સેકસ વીડિયો અંગે ફરિયાદ કરી હતી અને તેની ચકાસણી કરવા પંચને અપીલ કરી હતી. જોકે પંચને આ ઉપરાંત બીજી ફરિયાદ મળી હતી.

(12:03 pm IST)