Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વાવાઝોડાનો કરંટઃ વાદળીયુ હવામાન

નલીયા ૧૨.૭ ડિગ્રીઃ લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડયોઃ અનેક બોટ દરિયામાં હોવાથી માછીમાર પરિવારો ચિંતીત

રાજકોટ તા.૪: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યો છે. શનીવારથી ‘‘ઓખી''વાવાઝોડાની અસર હેઠળ સર્વત્ર ધુપ-છાંવ અને વાદળા છવાઇ ગયા હતા. જયારે ગઇકાલે રવિવારે તેની અસર હેઠળ વાદળીયુ વાતાવરણ છવાઇ ગયુ હતુ.

જયારે આજે સવારથી સર્વત્ર વાદળછાયું વાતાવરણ  છવાઇ ગયુ છે અને માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપી છે.

સુરતથી ૧૦૧૦ કિ.મી. દુર ઓખી વાવાઝોડુ ધીમે ધીમે સૌરાષ્‍ટ્ર-ગુજરાત ભણી આગળ વધતા પોરબંદર,વેરાવળ, રાજૂલા સહિતના બંદરો ઉપર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્‍યું છે. આગામી ૨૪ કલાકમાં ઓખી વાવાઝોડુ સૌરાષ્‍ટ્ર અને દક્ષિણ

 ગુજરાતના દરિયાકાંઠે પ્રવેશનાર છે ત્‍યારે દરિયામાં માછીમાર કરવા ગયેલ માછીમારોને તાત્‍કાલીક અસરથી બંદરકાંઠે પહોંચી જવાની સુચના આપવામાં આવી છે. અને બંદર ઉપર સાવચેતીરૂપ સિગ્નલ લગાવી દેવામાં આવ્‍યા છે.

નવલખી

મોરબી જીલ્લાના નવલખી બંદર ખાતે પણ આજે ૨ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્‍યું છે. સૌરાષ્‍ટ્રના દરિયાકાંઠે જોખમકારક સ્‍થિતિના હોવા છતા સાવચેતીના ભાગરૂપે ૨ નંબરનું સિગ્નલ મૂકી દેવામાં આવ્‍યું છે.

પોર્ટ અધિકારી એ.બી.સોલંકીના જણાવ્‍યા અનુસાર દક્ષીણ ભારતમાં આવેલા ભયાનક ઓખી વાવાઝોડાને પગલે ખાનાખરાબી સર્જાઇ છે. તો આ વાવાઝોડું અરબ સાગર મારફત સૌરાષ્‍ટ્રના દરિયાકાંઠા તરફ આવી શકે છે, તેવી શક્‍યતાઓને પગલે સૌરાષ્‍ટ્રના દરિયાકાંઠા પર અગમચેતીના ભાગરૂપે ૨ નંબરનું સિગ્નલ મૂકી દેવામાં આવ્‍યું છે. આ સિગ્નલ સમુદ્રમાં જતી બોટો અને શીપ માટે હોય છે  અને સમુદ્રમાં વાવાઝોડાની શક્‍યતા દર્શાવે છે. જેથી તેઓ તકેદારી રાખી શકે છે.

માંગરોળ

ઓખી' વાવાઝોડા તેમજ વરસાદની આગાહીને પગલે દરીયામાં ફિશિંગ કરતા માછીમારોને સાવચેત કરાયા છે ત્‍યારે માંગરોળની ૪૦ બોટ પરત ફરી છે જયારે ૬૦૦ બોટ હજુ સમુદ્રમાં છે. જો કે નુકશાન થયુ હોય એવી કોઇ માહિતી આવી ન હોવાનું બોટ એસો.ના પ્રમુખ માધાભાઇ ભાદ્રેચાએ સાંજે જણાવ્‍યુ હતુ. બંદર પર ૨ નંબરનું સિગલ લગાવવામાં આવ્‍યું છે. બંદરે ફકત ૨૦૦ બોટ લાંગરવાની ક્ષમતા હોય, ફિશિંગમાં ગયેલી માંગરોળની તમામ બોટો પરત ફરે તો તેને લાંગરવાની મુશ્‍કેલી સર્જાઇ શકે. આવા સંજોગોમાં બોટોને વેરાવળ, પોરબંદર, ઓખા બંદરે લાંગરવી પડે. જયાં બોટોના અતિશય ભરાવા ભારે પવન વચ્‍ચે ફિશિંગ બોટોમાં નુકશાનની શક્‍યતા પણ નકારી શકાતી નથી. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે અને મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડીની અસર યથાવત છે.

ભાવનગર

ભાવનગરઃ મામલતદારશ્રી ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ સેલ, ભાવનગરના જણાવાયા અનુસાર ભારતીય મોસમ વિભાગ, અમદાવાદ દ્વારા આજે તા.૨-૧૨-૨૦૧૭ના રોજ મળેલ લેટેસ્‍ટ આગાહી અનુસાર આગામી તા.૦૪-૧૨-૨૦૧૭ થી તા.૭-૧૨-૨૦૧૭ દરમ્‍યાન સૌરાષ્‍ટ્ર ક્ષેત્રમાં ભારેથી અતિભારે તીવ્રતાવાળુ ઓખી નામનુ વાવાઝોડુ આવવાની શક્‍યતા છે જેના કારણે ભારે પવન દુકાવાની સાથે હળવા થી અતિભારે વરસાદ પડવાની શક્‍યતા રહેલ હોવાથી આ સમય દરમિયાન તમામ અધિકારીશ્રીઓએ સંભવિત પરિસ્‍થિતિને પહોંચી વળવા માટેની તૈયારી સાથે સાવચેત રહેવા તેમજ ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ પ્‍લાન મુજબ કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે અને જો કોઇ ઘટના બને તો અત્રેના કટ્રોલ રૂમને તાત્‍કાલિક જાણ કરવા આથી સુચના આપવામાં આવે છે.

જામનગર

જામનગરઃ વાવાઝોડાની આગાહી અન્‍વયે જામનગર જિલ્લાના તમામ મત્‍સ્‍ય કેન્‍દ્રો પરથી માછીમારી કરવા જતી તમામ માછીમારી બોટોને તાત્‍કાલિક અસરથી ટોકન આપવાના બંધ કરવામાં આવેલ છે તેમજ હાલમાં દરીયામાં માછીમારી કરવા ગયેલ તમામ માછીમારી બોટોને તાત્‍કાલિક અસરથી પરત બોલાવી લેવા તમામ મત્‍સ્‍યોદ્યોગ સહકારી મંડળીઓ તથા માછીમાર એસોશીએશનના હોદેદારો, માછીમાર આગેવાનો તથા બોટ માલિકોને સુચના આપવામાં આવે છે.

હવામાન વિભાગ કોસ્‍ટગાર્ડ તેમજ મત્‍સ્‍યોદ્યોગ ખાતા તરફથી અન્‍ય સુચના આપવામાં ના આવે ત્‍યાં સુધી દરીયામાં માછીમારી કરવા જતાં જિલ્લાના તમામ ભાઇઓ તથા બોટ માલિકોને મદદનીશ મત્‍સ્‍યોદ્યોગ નિયામક જામનગર દ્વારા સુચના આપવામાં આવે છે.

ધોરાજી

ધોરાજીઃ દક્ષિણ ભારતમાં આવેલ ઓખા વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્‍ટ્રમાં અને ધોરાજી વિસ્‍તારમાં હવામાનમાં ફેરફાર આવ્‍યો છે જેમાં રવિવારે આખો દિવસ આકાશ વાદળમય બનેલ હતું. અને હવામાન ખાતા દ્વારા મંગળવારે અને બુધવારે વરસાદ થાય એવી હવામાન વિભાગની આગાહીના પગલે ધરતીપુત્રોમાં ભયનો માહોલ થયેલ છે. જો વરસાદ સાથે વાવાઝોડું આવે તો ખાસ કરીને ધોરાજી અને આજુબાજુના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ખેડુતોને કપાસ, એરંડા, ઘઉં, તુવેર, ચણા, જીરૂ સહીતના પાકોમાં વ્‍યાપક પ્રમાણમાં નુકશાની આવે અને જે ખેડુતોએ પોતાનો ઘાસચારો ખુલ્લા ખેતરોમાં રાખેલ હોય અને જણસી બહાર રાખેલ હોય તો યોગ્‍ય જગ્‍યાએઢ રાખવી જો વરસાદ કે વધુ પવન ફુંકાય તો જણસી અને ઘાસચારાને અત્‍યારથી સલામત રીતે રાખવી જેથી નુકશાન ઓછું થાય.

એમ ખેડુત અગ્રણી અશોકભાઇ વઘાસીયાની યાદીમાં જણાવેલ હતું.

જુનાગઢમાં વાદળછાયું વાતાવરણ

જુનાગઢઃ જાુનાગઢમાં ગઇકાલથી વાતાવરણમાં આવેલ ફેરફારના કારણે આજે સવારે પણ મિશ્ર હવામાન સાથે વાદળછાયુ હવામાન રહ્યું હતું. ભેજનું પ્રમાણ પપ ટકા રહ્યું હતું અને પવનની ગતિ ૪ઉ૯ રહેવા પામી હતી અને સવારથીજ વાદળછાયું હવામાન ઠંડી અને હુંફાળુ બન્‍ને મિશ્ર ઋતુ હોય તેવો અનુભવ થઇ રહ્યો છે.

(11:33 am IST)