Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017


ટિકિટ બુકીંગ પર રેલવેની નવી સુવિધા

હવે BHIMથી કાઉન્ટર પર બુક થશે ટિકિટઃ ૩ મહિના સુધી ટ્રાન્જેકશન પર કોઇ ચાર્જ નહીં

નવી દિલ્હી તા. ૪ : હવે તમે રેલવે કાઉન્ટર પર ટ્રેન ટિકિટ માટે BHIM એપ્લિકેશનથી પર પેમેન્ટ કરી શકો છો. ઇ-ટિકિટ બુકિંગ માટે UPI/BHIM માટે પેમેન્ટની સુવિધા પહેલાથી જ છે. આવો જાણીએ રેલ ટિકિટ બુકિંગની આ નવી સુવિધા સાથે જોડાયેલી વાતો..

BHIM (ભારત ઇન્ટરફેસ ફોર મની) એપ્લિકેશન દ્વારા તમે પેસેન્જર્સ રિઝર્વેશન સિસ્ટમ (PRS) કાઉન્ટર્સથી રિઝર્વ્ડ ટિકિટ બુકિંગની સાથે-સાથે અનરિઝર્વ્ડ ટિકિટિંગ સિસ્ટમ (UTS) કાઉન્ટર્સથી સીઝન ટિકિટ (મન્થલી/કવાર્ટરલી) પણ પેમેન્ટ કરી શકો છો.

ટિકિટ બુકિંગની આ નવી સુવિધા યાત્રીઓ માટે ત્રણ મહિના માટે મફત રહેશે. એટલે કે આ દરમિયાન કોઇ પ્રકારનું ટ્રાન્જેકશન ચાર્જ નહીં લાગે. મુસાફરોને પોતાની યાત્રા સાથે જોડાયેલી માહિતી શેર કરીને રેલવે કાઉન્ટર પર કેટલું ભાડું આપવામાં આવે છે. તે વિશેની સૂચના મળી શકશે.

 

(9:59 am IST)