Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017


આ ૪ ડોકયુમેન્ટ છે તો માત્ર ૭ દિવસમાં મળી જશે પાસપોર્ટઃ આ છે પ્રક્રિયા

નવી દિલ્હી તા. ૪ : પાસપોર્ટ બનાવવાની પ્રોસેસ ખૂબ જ સરળ બની ગઇ છે. તમે ૪ ડોકયુમેન્ટ આપીને માત્ર ૭ દિવસમાં પાસપોર્ટ મેળવી શકો છો. આ પ્રોસેસમાં પોલીસ વેરિફિકેશન પાસપોર્ટ જારી કર્યા બાદ કરવામાં આવે છે. એનાથી પાસપોર્ટ પહેલા પોલીસ વેરિફિકેશનમાં લાગતો સમય બચી જાય છે.

તમને ૭ દિવસમાં પાસપોર્ટ જોઇએ તો તમારી પાસે આધાર કાર્ડ, વોટર આઇડી, પાન કાર્ડ અને ક્રિમિનલ રેકોર્ડ ન હોવાનું એફિડેવિડ હોવું જોઇએ. આ ડોકયુમેન્ટ છેતો તમે સપ્તાહની અંદર પાસપોર્ટ મેળવી શકો છો. એના માટે તમારે તત્કાલનો વિકલ્પ પસંદ કરવો પડશે. નોર્મલ પ્રક્રિયાથી પાસપોર્ટ બનાવામાં ૧૫૦૦ રૂપિયા થાય છે પરંતુ એમાં તમારે ૨૦૦૦ એકસ્ટ્રા આપવા પડશે. તમારે કુલ ૩૫૦૦ રૂપિયા ફી આપવી પડશે. અમે તમને જણાવી રહ્યા છીએ એની પૂરી પ્રોસેસ.

Passport Seva Kendra ની વેબસાઇટ www.passportindia. gov.in પર જાવ. તમે નવા યૂઝર છો તો પહેલા તમારું અકાઉન્ટ ક્રિએટ કરો. એમાં તમારે જરૂરી જાણકારી નાંખવી પડશે. હવે દરેક ડોકટુમેન્ટની સ્કેન્ડ કોપી અપલોડ કરો. પછી તમારે ઓનલાઇન પેમેન્ટનો વિકલ્પ મળશે. પેમેન્ટ થયા બાદ તમે તમારા નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્ર પર અપોઇન્ટમેન્ટ લઇ શકો છો.

અપોઇન્ટમેન્ટ રિસિપ્ટની પ્રિન્ટઆઉટ નિકાળી દો. એ તમારે પાસપોર્ટ સેવા કેન્દ્ર પર તમારી સાથે લઇને જવું પડશે. અહીંયા તમારા ડોકયુમેન્ટ્સનું વેરિફિકેશન કરવામાં આવશે. ત્યારબાદ સપ્તાહમાં તમને પાસપોર્ટ મળી જશે.

(6:34 pm IST)