Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ધૃણાસ્પદ કિસ્સો : તેલંગાણામાં મહિલા તહેસલદારને કચેરીમાં જ પેટ્રોલ છાંટીને જીવતા સળગાવી દેવાયા

બે લોકો બળીને ખાખ થઈ ગયા હતા. જેમાંથી એકની હાલત ગંભીર

 

તેલંગાણામાં અત્યંત ધ્રૃણાસ્પ્રદ ઘટના બની છે રંગારેડિ જિલ્લાના એક મહિલા તહસીલદારને તેની સરકારી ઓફિસમાં ઘૂસી જઇ, જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. ચાલુ દિવસે તમામની હાજરીમાં ગુનો કર્યા બાદ ગુનેગાર નાસી છૂટયાં હતાં .

 અહેવાલ મુજબ કોઈ અજાણ્યા શખ્સે ઓફિસમાં બેઠેલી મહિલા તહસિલદાર વિજયા રેડ્ડી પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દેતા. આગમાં બળી જવાનાં કારણે તેનું મોત નીપજ્યું હતું. તહસીલદારને સળગતા જોઇને ત્યાં હાજર કેટલાક લોકોએ આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ ગયા હતા  દરમિયાન બે લોકો બળીને ખાખ થઈ ગયા હતા. જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.

ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ કેસની તપાસ શરૂ કરી હતી. પોલીસ દાવો કરી રહી છે કે આરોપી જલ્દીથી તેને પકડશે. જોકે, ઘટના પાછળનો હેતુ જાણી શકાયો નથી.

સ્થાનિક પોલીસે જણાવ્યું કે, ઘટના બપોરના ભોજનના સમય દરમિયાન બની જ્યારે ઓફિસમાં ઘણા ઓછા લોકો હતા. ઘટનાને પગલે વિસ્તારમાં તનાવનું વાતાવરણ છે. કેટલાક વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. માનવામાં આવે છે કે ઘટના પાછળ કથિત જમીન વિવાદનું કારણ છે.

(12:34 am IST)