Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

મહારાષ્‍ટ્રમાં ખીસ્‍સામાં રૂ. ૩ લઇને જઇ રહેલ શખ્‍સને બસ સ્‍ટોપ પરથી રૂ. ૪૦૦૦૦ મળ્‍યાઃ મૂળ માલિકને પરત કર્યાઃ ઇનામ ન લીધુ સમાજમાટે પ્રેરણાદાયી કિસ્‍સો

સતારા ( મહારાષ્‍ટ્ર ) ના પિંગલી ગામના રહેવાસી પ૪ વર્ષીય ધાનાજી જગદાલને બસ સ્‍ટોપ પરથી મળ્‍યા રૂ. ૪૦૦૦૦ રોકડા જે તેના માલિકને પરત આપ્‍યા હતા.

જે સમયે ધાનાજીને નોટોની થપ્‍પી મળી એ સમયે તેના ખીસ્‍સામાં ફકત રૂ. ૩ જ હતા. રોકડા મળ્‍યા પછી શખ્‍સએ ધાનાજીને રૂ. ૧૦૦૦ આપવા આગ્રહ કરેલો પણ એમણે ફકત બસ માટે ભાડાના ફકત રૂ.૭ સ્‍વીકાર્યા હતા.

સતારાના બીજેપી એમએલએ અને પૂર્વ સાંસદએ ધાનાજીનુ સમ્‍માન કર્યુ. ધાનાજીએ કોઇપણ ઇનામી રકમ લેવાનો ઇન્‍કાર કર્યો.

(11:52 pm IST)