Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

વિશ્વની સૌથી મોટી ફ્રી ટ્રેડ ડીલ ( RCEP) માં ભારત સામેલ નહીં થાય

ભારતે આ ડીલ પર હસ્તાક્ષર કરવાનો ઇન્કાર કર્યો : દેશના ખેડૂતોના લાભાર્થે નહિ જોડાવાનો નિર્ણંય કરાયો

નવી દિલ્હી :  બેંગકોકમાં યોજાઈ રહેલા આસિયાન સમ્મેલનમાં ભાગ લેવા ગયેલા વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતે 16 દેશો વચ્ચે થનારી વિશ્વની સૌથી મોટી ફ્રી ટ્રેડ ડીલ ( RCEP) માં સામેલ હંહી થવાનો નિર્ણંય કર્યો છે  દેશના ખેડૂતોના લાભાર્થે ન જોડાવાનો નિર્ણય કર્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
  ભારતે આ ડીલ પર હસ્તાક્ષર કરવાનો ઇન્કાર કરી દીધો છે. આ સાથે જ ભારતે 'મોસ્ટ ફેવર્ડ નેશન્સ' ની જવાબદારીઓ પર પણ સવાલ ઉભા કર્યા છે. કારણ કે નવી વ્યવસ્થામાં ભારતને અન્ય દેશો જેટલી છૂટ મળે તેવી રજૂઆત કરવામાં આવી છે. ગરીબોની રક્ષાના કરવા માટે સેવા ક્ષેત્રને ફાયદો આપવા નિર્ણય લીધો છે
  સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ ભારતનો પક્ષ વ્યવહારિકતા અને ગરીબોના હિતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. તેમ છતાં જુદા જુદા ક્ષેત્રોમાં ભારત વૈશ્વિક હરિફાઈથી ગભરાતું નથી.

  સરકારી સૂત્રોએ વધુમાં જણાવ્યું કે અગાઉ વેપાર મામલે ભારતીય પક્ષકારો આંતરાષ્ટ્રીય શક્તિઓના દબાણ હેઠળ આવી જચા હતા. હવે ભારત ફ્રન્ટફૂટ પર રમે છે. ભારતે વેપાર સંબંધિત ખોટની ચિંતા પણ કરી છે. અન્ય દેશોએ વેપાર અને ભારતીય સેવાઓના રોકાણ માટે બજાર ખુલ્લું મૂકવું જોઈએ તેવી ભલામણ પર કરી છે

(9:02 pm IST)