Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ન્યુઝીલેન્ડમાં રહેતા ભારતીયો માટે જીવનસાથીને સ્પોન્સર કરવાનું હવે મુશ્કેલઃ નવા નિયમ મુજબ લગ્ન પહેલા ૧૨ માસ સાથે રહ્યા હોય તો જ પાર્ટનરશીપ વીઝા અપાશે

ઓકલેન્ડઃ ન્યુઝીલેન્ડ સરકારે પાર્ટનરશીપ વીઝા આપવા માટે વિદેશીઓની સંસ્કૃતિની અવગણના કરી પોતાની સંસ્કૃતિ અમલી બનાવી છે. જે મુજબ ન્યુઝીલેન્ડમાં રહેતા ભારતીય મૂળના પુરૂષ કે સ્ત્રી તેના જીવનસાથીને સ્પોન્સર કરી શકશે નહીં. કારણકે નવા નિયમ મુજબ સ્ત્રી અને પુરૂષ લગ્ન પહેલા ઓછામાં ઓછા ૧૨ માસ પતિ પત્ની તરીકે સાથે રહ્યા હોવા જોઇએ. પછી ભલે તેમણે લગ્ન કર્યા ન હોય.

ભારતમાં લગ્ન પહેલા દંપતિ સાથે રહી શકતુ ન હોવાથી ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયેલા ભારતીયો માટે પોતાના જીવનસાથીને સ્પોન્સર કરવાનું દુષ્કર બની જતા  ઠેર ઠેર વિરોધ રેલી યોજાઇ હતી. પરંતુ સ્થાનિક સાંસદ મેમ્બરએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધુ હતું કે તમને અમારા નિયમ મંજુર ન હોય તો તમારા દેશમાં પાછા ચાલ્યા જાવ. અમે અમારી સંસ્કૃતિ મુજબ આગળ વધશું. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:19 pm IST)