Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

પેપ્સીકોના પૂર્વ CEO સુશ્રી ઇન્દ્રા નૂયીને નેશનલ ઇન્ડો અમેરિકન મ્યુઝીયમ હોલમાં શામેલ કરાશે

ઇલિનોઇસઃ અમેરિકામાં સુવિખ્યાત ગણાતા નેશનલ ઇન્ડો અમેરિકન મ્યુઝીયમ હોલમાં પેપ્સીકોના પૂર્વ CEO ઇન્ડિયન અમેરિકન સુશ્રી ઇન્દ્રા નૂયીને સ્થાન અપાશે તેવું ૨૪ ઓકટો.ના રોજ જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં જુદા જુદા ક્ષેત્રે વિશિષ્ટ તથા પ્રેરણાદાયી યોગદાન આપનાર કોમ્યુનીટી મેમ્બર્સને ઉપરોકત હોલમાં સ્થાન આપવામાં આવે છે. જે પૈકી સુશ્રી ઇન્દ્રા નૂયીએ પેટસકોમાં શ્રેષ્ઠ કામગીરી બજાવી કરેલો ૮૦ ટકા જેટલા નફામાં વધારો ધ્યાને લઇ તેમને સ્થાન આપવાનું નક્કી કરાયું છે.

આ માટે ૧૦ નવેં.ના રોજ પ્રોગ્રામ યોજાશે તેવું જાણવા મળે છે.

(8:00 pm IST)