Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ઉત્તરપ્રદેશમાં ઓડ ઇવન લાગૂ કરાશે : સંબંધિતોને હુકમ થયો

પ્રદૂષણનું સ્તર ખતરાથી પણ ઉપર પહોંચ્યું છે : સુપ્રીમ કોર્ટે પ્રદૂષણને લઇ નોંધ લીધા બાદ રાજ્યો સક્રિય

લખનૌ, તા. ૪ : દિલ્હી અને ઉત્તરપ્રદેશ અથવા તો અન્ય કેટલાક વિસ્તારોમાં વાયુ પ્રદૂષણનું સ્તર ખતરાથી ઉપર પહોંચી ચુક્યું છે. આવી સ્થિતિમાં હવે ઉત્તરપ્રદેશમાં પણ દિલ્હીની જેમ જ ઓડ ઇવન સિસ્ટમ લાગૂ કરવાની તૈયારી ચાલી રહી છે. ઉત્તરપ્રદેશની યોગી સરકારમાં મંત્રી રહી ચુકેલા દારાસિંહ ચૌહાણે કહ્યું છે કે, ટ્રાફિક પોલીસ અને ડીજીપીને આદેશ કરવામાં આવ્યા છે કે, પૂર્ણરીતે ઓડ ઇવન લાગૂ કરવામાં આવે તે જરૂરી છે. હવે પોલીસ વિભાગના લોકો બતાવી શકે છે કે, તેને ક્યારથી લાગૂ કરવામાં આવશે. વાયુ પ્રદૂષણના ખતરનાક સ્તરને જોતા સુપ્રીમ કોર્ટે આજે સમગ્ર મામલાની ગંભીર નોંધ લીધી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને પ્રશ્નો કર્યા હતા. રાજ્યોના મુખ્ય સચિવોને પણ ઉપસ્થિત થવા માટે કહેવામાં આવ્યું છે કે, દિલ્હીમાં કોઇ જગ્યા સુરક્ષિત નહીં હોવાની વાત પણ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી ચુકી છે. પંજાબ અને હરિયાણાના ખેડૂતોને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી ચુકી છે અને કહેવામાં આવ્યું છે કે, ખેતરોમાં જો ખેતી સંબંધિત બિનઉપયોગી ચીજો સળગાવવામાં આવે છે તો તે અયોગ્ય બાબત છે અને આને લઇને કોઇ સહાનુભૂતિ રખાશે નહીં.

(7:43 pm IST)