Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

કજર વંશ, તુર્કિશ મૂળના રાજકુમારી ઇરાનમાં સૌથી શિક્ષિત મહિલાઓમાંથી એક હતા : લગ્ન માટે ૧૩ યુવકો તો મોતને ભેટ્યા હતા

નવી દિલ્હી: આજના જમાનામાં છોકરીઓ સુંદર કિલર ફિગર મેળવવા માટે શું શું નથી કરતી. જીમથી લઈને ડાયેટિંગ... કેટકેટલા ગતકડા અજમાવે છે. કારણ કે હાલના સમાજમાં હેલ્ધી નહીં પરંતુ પાતળી છોકરીઓ સુંદરતાનો દરજ્જો અપાય છે. જો કે એ પણ સાચુ છે કે સુંદરતા દેખનારની આંખોમાં હોય છે.

આજે અહીં તમને એક એવી રાજકુમારી અંગે જણાવીએ છીએ કે જેણે તે સમયે લોકો ખુબ જ સુંદર અને કાતીલ હસીના સમજતા હતાં. કેટલાક તો એવા પણ હતાં કે તેના માટે કોઈ પણ હદે જવા તૈયાર હતાં. ચોંકાવનારી વાત એ છે કે દેખાવમાં આ રાજકુમારી જરાય આકર્ષક નહતી આમ છતાં લોકોએ તેને ખુબસુરતીનો તાજ પહેરાવ્યો હતો.

અહીં વાત થાય છે કજરની રાજકુમારીની. કજર વંશ, તુર્કિશ મૂળના ઈરાની શાહી વંશ હતો. આ રાજકુમારીનો જન્મ તહેરાનમાં 1883માં થયો હતો. રંગે ગોરી હતી પરંતુ દેખાવમાં જરાય સુંદર નહતી. આ ફારસી રાજકુમારીનું આખુ નામ ઝહરા ખાનમ તદજ એસ-સલ્ટોનેહ હતું. જો કે તેનામાં બે ખુબીઓ હતી. એક તો એ કે તે એક શાહી વંશ સાથે સંબંધ ધરાવતી હતી અને ખુબ જ અમીર હતી. બીજી વાત એ કે તે સમયના ઈરાનમાં સૌથી શિક્ષિત મહિલાઓમાંથી એક હતી.

રાજકુમારી જ્યારે મોટી થઈ તો પુરુષો તેની તરફ આકર્ષણ અનુભવવા લાગ્યાં. હદ તો ત્યારે થઈ કે તેની સાથે લગ્ન કરવા માટે 145 યુવકોએ તેનો હાથ માંગ્યો અને જ્યારે તે ન મળી તો તેમાંથી 13 લોકોએ આત્મહત્યા પણ કરી નાખી. બાદમાં ઝહરાએ તેના પ્રેમી ફારસી રાજા નાસિર અલ દીન શાહ કાજર સાથે લગ્ન કર્યાં અને 2 પુત્રો અને 2 પુત્રીઓને જન્મ આપ્યો.

રાજાને ભલે 84 પત્નીઓ હતી પરંતુ ઝહરા તેમની સૌથી નજીક ગણાતી હતી. આ રાજાને એકવાર એક વિદેશી વ્યાપારીએ પૂછ્યું કે અહીં વધુ વજનવાળી મહિલાઓને સુંદર ગણવાની પાછળ શું કારણ છે? આ સવાલના જવાબમાં નાસિરે કહ્યું હતું કે જ્યારે આપણે કસાઈ પાસે જઈએ છીએ ત્યારે હાડકા ખરીદવાનું વધુ પસંદ કરીએ કે માંસ? આ રીતે તેમણે પોતાનો દ્રષ્ટિકોણ તે વ્યાપારી સામે રજુ કર્યો હતો.

હકીકતમાં તેમનું એવું માનવું હતું કે બહારની ખુબસુરતી કરતા માણસનું મન વધુ મહત્વ ધરાવે છે. ઝહરા સાથે પણ કઈંક આવું જ હતું. ઝહરા એક શિક્ષિત મહિલા હોવાની સાથે સાથે ચિત્રકળામાં પણ પારંગત હતી. મહિલાઓને તેમનો હક અપાવવા માટે તેણે ખુબ સંઘર્ષ કર્યો હતો. આ માટે ઝહરાએ સોસાયટી ઓફ વુમન ફ્રીડમ નામની એક સંસ્થા પણ બનાવી. ખુબ જ સાહસી અને ગુણકારી ઝહરાની આ ખુબસુરતીના લોકો કાયલ હતાં અને તેમને હમસફર બનાવવાની ઈચ્છા રાખતા હતાં.

વર્ષ 1936માં ઝહરાનું નિધન થયું હતું. પરંતુ તેણે દુનિયા સામે સુંદરતાની વ્યાખ્યાને બદલી નાખી હતી. તેમની અદાઓ અને સાહસ પર લોકો પોતાના જીવ સુદ્ધા દાવ પર લગાવવાનો દમ રાખતા હતાં.

(5:23 pm IST)