Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

પાકિસ્‍તાનની મશહૂર પોપસિંગર રબી પીરઝાદા વિવાદમાં : નગ્ન અવસ્થામાં ડાન્સ કરતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ

પાકિસ્તાનની ખુબ જ મશહૂર અને ખુબસૂરત પોપસિંગર રબી પીરઝાદા આમ તો મોટાભાગે પોતાના નિવેદનોના કારણે વિવાદમાં રહે છે પરંતુ હવે એક નવા કારણથી ચર્ચામાં છે. આ વખતે સિંગિંગ કે કોઈ વિવાદાસ્પદ નિવેદન નહીં પરંતુ વીડિયોના કારણે ચર્ચામાં છે. રબીના વીડિયોએ પાકિસ્તાનમાં હોબાળો મચાવ્યો છે. એક વીડિયોમાં તે બિકિનીમાં જોવા મળે છે. તે સેક્સ ટોય પકડીને ઊભી છે. જ્યારે બીજા વીડિયોમાં તે ન્યૂડ અવસ્થામાં ડાન્સ કરી રહી છે. આ વીડિયો વાઈરલ થતા જ પાકિસ્તાનમાં લોકો આક્રોશમાં જોવા મળી રહ્યાં છે.

રબીએ પાકિસ્તાનની સાઈબર ક્રાઈમ શાખામાં ફરિયાદ દાખલ કરી છે. એક ન્યૂડ વીડિયોને તો ટ્વીટર અને યૂટ્યુબથી હટાવી લેવાયો છે. જ્યારે બીજો તો હજુ પણ ત્યાં જોવા મળે છે. પીરઝાદાના આ વીડિયો વાઈરલ થતા જ સિંગર આઘાતમાં સરી પડી છે. તેણે ટ્વીટર એકાઉન્ટ પર આ અંગે ભડાશ પણ કાઢી છે.

આ બાજુ સોશિયલ મીડિયામાં તેના સમર્થનમાં અભિયાન ચાલી રહ્યું છે. સોશિયલ મીડિયામાં એવા અનેક વીડિયો જોવા મળી રહ્યાં છે જેમાં અપીલ કરવામાં આવી રહી છે કે આ વીડિયો ખુબ જ પ્રાઈવેટ છે અને તેને વાઈરલ કે ફોરવર્ડ ન કરો.

અનેક લોકો રબીને સાંત્વના આપી રહ્યાઁ છે અને તેને સપોર્ટની વાતો કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર કહેવાઈ રહ્યું છે કે રબી પીરઝાદાના એક્સ બોયફ્રેન્ડે આ વીડિયો લીક કર્યા છે. કારણ કે તેની પાસે રબીના આઈ ક્લાઉડનો પાસવર્ડ હતો.

આ વીડિયોને લઈને અનેક લોકો રબીની ટીકા પણ કરતા જોવા મળે છે. એવું પણ કહેવાય છે કે રબીની સાથે રાજકીય ષડયંત્ર રચાયું છે. તેણે થોડા દિવસ પહેલા જ પાકિસ્તાની સેનાના એક મોટા અધિકારી માટે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. લોકો આ તેને આ ઘટના સાથે પણ જોડી રહ્યાં છે.

(5:22 pm IST)