Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ગુજરાતમાં કેન્સરના રોગીઓમાં ર૪ ગણો વધારો

નેશનલ હેલ્થ પ્રોફાઇલ ર૦૧૯નો રિપોર્ટ : ર૦૧૭માં ૩૯૩૯ દર્દીઓ સામે ર૦૧૮માં ૭ર૧૬૯ કેન્સર પેશન્ટ

નવી દિલ્હી તા.૪ : દેશમાં ઓરલ, સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર જેમને સામાન્ય કેન્સરની શ્રેણીમાં રાખવામાં આવે છે તેના કેસોમાં જોરદાર વધારો થયો છે. નેશનલ હેલ્થ પ્રોફાઇલ ર૦૧૯ના રીપોર્ટ અનુસાર સરકાર એનસીડી (નોન કોમ્યુનીબલ ડીસીઝ) કલીનીકસે ર૦૧૭ થી ર૦૧૮ વચ્ચે કેન્સરના કેસોની ઓળખ કરી છે. આ કેન્દ્રો પર બિન ચેપી રોગોનું નિદાન થાય છે. આંકડાઓ પર ધ્યાન આપીએ તો આ એક વર્ષ દરમિાયન દેશમાં કેન્સરના કેસો ૩ર૪ ટકા અથવા સવા ત્રણ ગણા વધી ગયા છે.

સેન્ટ્રલ બ્યુરો ઓફ હેલ્થ ઇન્ટેલીજન્સના આ રીપોર્ટ અનુસાર ભારતમાં બીન ચેપી રોગોમાં સૌથી વધુ મોત હૃદયરોગના કારણે થાય છે. બીજા નંબર પર કેન્સર આવે છે.

ગુજરાતમાં ર૦૧૭માં ૩૯૩૯ કેન્સરના દર્દીઓ હતા જે ર૦૧૮માં ૭ર૧૬૯ થઇ ગયા એટલે કે ૬૮ર૩૦ રોગીઓ કેન્સરના વધ્યા હતા. કર્ણાટક, તેલગાણા, મહારાષ્ટ્રમાં પણ પરિસ્થિતિ સારી  નથી. આ બાબતે મધ્યપ્રદેશની પરિસ્થિતિ સુધરી છે. ત્યાં ર૦૧૭માં ૧૮૧૦ કેન્સરના દર્દીઓ હતા જે ર૦૧૮માં ઘટીને ૧૧૪૬ થયા હતા.

કેન્સરના રોગીઓમાં વધારા માટેનું મુખ્ય કારણ બદલાતી જીવનશૈલી, સ્ટ્રેસ, ખાણીપીણીની આદતો, દારૂ અને તમાકુનું સેવન મુખ્ય ગણવામાં આવે છે.

(3:43 pm IST)