Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

બાળકોના શિક્ષણ ખર્ચ માટે છુટાછેડા લીધેલ પતિની સંમતિ જરૂરી : હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

મુંબઇ  : બોમ્બે હાઇકોર્ટે પોતાના એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહયું છે કે, જો કોઇ મહીલા બાળકોના ભણતર માટે પોતાના છુટાછેડા લીધેલ પતિની સંમતી ન લે તો તેનો ભુતપૂર્વ પતિ આ ભણતરનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવે તે જરૂરી નથી, આના માટે છુટાછેડા લીધેલ પતિને આદેશ ન આપી શકાય.

જસ્ટિસ અકિલ કુરેશી અને જસ્ટિસ એસ.જે. કથાવાલાની ખંડપીઠે એક મહિલાની અરજીની સુનાવણી દરમ્યાન આ ટીપ્પણી કરી હતી. આ મહીલાએ પોતાની દીકરીના ઓસ્ટ્રેલીયામાં અભ્યાસ ખર્ચ માટે પોતાના ભુતપૂર્વ પતિ પાસે ૧.૨૦ કરોડ રૂપિયા માંગ્યા હતા, પણ પતિએ તે આપવાની ના પાડી દીધી હતી.

છુટાછેડા લીધેલ પત્નિએ ૨૦૧૪માં પુત્રીને ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે ઓસ્ટ્રેલીયામાં પાંચ વર્ષના કોષમાં એડમિશન લીધું હતું. મહીલાએ શૈક્ષણિક ખર્ચ ઉપાડવા માટે હાઇકોર્ટમાં અરજી કરીને દલીલ કરી હતી કે, તેના ભુતપૂર્વ પતિ પાસે આવકના ઘણા સ્ત્રોત હોવાથી અદાલત તેને પુત્રીનો શિક્ષણ ખર્ચ ઉપાડવાનો આદેશ કરી શકે છે.

છુટાછેડા લીધેલ પતિએ કોર્ટને જણાવ્યું કે તે હ્રદયરોગનો દર્દી છે અને કોઇ સક્રિય ધંધો નથી કરતો, એટલે પુત્રીઓના શિક્ષણ ખર્ચનો બોજ ઉપાડવો તેના વશની વાત નથી, પોતાની વર્તમાન નાણાકીય ક્ષમતાની સ્પષ્ટ સાબિતીઓ રજુ ન કરી શકવાના કારણે કોર્ટે તેને ચાર અઠવાડીયામાં ઓસ્ટ્રલીયામાં પોતાની પુત્રીના શિક્ષણ માટે ૨૫ લાખ રૂપિયા ચુકવવાનો હુકમ આપ્યો હતો.

(3:37 pm IST)