Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

વિશ્વ વિખ્યાત પુષ્કરમેળામાં આ વખતે નહી ઉડે હોટલ એર બલુન પરવાનગી ન અપાઇ

પુષ્કર : આંતરરાષ્ટ્રીય પુષ્કર મેળામાં આ વખતે હોટ એર બલુન નહી ઉડે જીલ્લામાં પ્રશાસનની કડકાઇ પછી બલૂન ઉડાડનાર કંપનીના મેનેજમેન્ટે મેળામાં બલુન નહી ઉડાડવાનો નિર્ણય લીધો છે.

છેલ્લા ઘણા વર્ષોથી પુષ્કર મેળા દરમિયાન હોટ એર બલુનો ઉડાડવામં આવતા હતા. પણ આ વખતે જીલ્લા પ્રશાસને સુરક્ષાના કારણોને આધાર બનાવીને બલુનઉડાડવાની પરવાનગી નથીઆપી. કંપનીના મેનેજર મેળા મેજીસ્ટ્રેટ દેવિકા તોમરને બલુન ઉડાડવાની પરવાનગીઅ ાપવાની અરજીકરી હતી. પણ તોમરે આ બાબત જીલ્લા કલેકટર હેઠળ આવે તેમ કહીને ટાળી દીધી હતી. મેળાના ગ્રાઉન્ડમાં જીલ્લા કલેકટર વિશ્વમોહન શર્મા આજેમ ેળાનું ઉદઘાટન કરવાના છે. પણ બલુન ઉડાડવાની પરવાનગી હજુ સુધી નથી અપાઇ.

મેળાના ગ્રાઉન્ડમાં હોટ એર બલુન પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર વર્ષો વર્ષ બનતુ રહયુ છે. પણ કેટલાક વર્ષ પહેલા એક બલુન અજમેરની સેન્ટ્રલ જેલમાં પડયુ હતુ. આજ રીતે એક બલુન પુષ્કર સરોવરમાં પાણી સુધી નીચે આવી ગયુ હતુ. બલુનમાં બેઠેલા પ્રવાસીઓ સરોવરમાં નહાતી મહિલાઓના ફોટાઓ પાડતા હોવાથી પુરોહીતોએ વિરોધ નોંધાવ્યો હતો. આ વખતે જીલ્લા પ્રશાસન આવા કોઇ જોખમ ન ઉઠાવવા માંગતુ હોય બલુન ઉડાડવાની પરવાનગી નથી આપવામાં આવી

(3:36 pm IST)