Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

દેશભરની જમીનમાં પોષક તત્ત્વોની ભારે કમી, ઉત્પાદકતા ઘટી રહી છે

દેશની જમીનમાં નાઇટ્રોજનની કમીઃ જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે

નવી દિલ્હી તા ૪  : ફર્ટિલાઇઝરના અસંતુલિત પ્રયોગથી દેશમાં મોટા ભાગની જગ્યાની જમીનમાં પોષક તત્વોની કમી સર્જાઇ છે. આ કારણે એક બાજુ પાકની ઉત્પાદકતા ઘટી રહી છે અને કૃષિ ઉપજની પોેષ્ટિકતા પર પણ વિપરીત અસર પડી રહી છે. રાષ્ટ્રીય સ્તર પર કરાયેલા પરીક્ષણના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. દેશના લગભગ તમામ ભાગની જમીનમાં સુક્ષ્મ પોષક તત્વોની કમીથી કૃષિ ઉપજની ગુણવત્તા પ્રભાવિત થઇ રહી છે.

સોઇલ હેલ્થકાર્ડ પ્રોજેકટના રિપોર્ટથી ખેતીમાં ઘણા પ્રકારની સવલત મળવાની શકયતાઓ છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલચરલ રિપોર્ટના ડિરેકટર ડો. ત્રિલોચન મહાપાત્રએ જણાવ્યું કે દેશમાં સરેરાશ ૧૩૩ થી ૧૩૪ કિલો યુરિયાનો વાર્ષિક પ્રતિહેકટર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે, જયારે કેટલાક પ્રદેશો અને કેટલાક જિલ્લામાં યુરિયાનો પ્રયોગ ૩૦૦ થી ૪૦૦ કિલોગ્રામ પ્રતિહેકટર વાર્ષિક થાય છે. ડો. મહાપાત્રએ જણાવ્યું કે ઓઇલ હેલ્થકાર્ડ થી  ઘણા પ્રકારની માહીતી મળી છે. માટીમાં માઇક્રો ન્યુટ્રિયન્સની જબરદસ્ત કમી જોવા મળી છે. જેમા઼ ઝિંક, બોરોન અને ગંધક મુખ્ય છે.

ડો. મહાપાત્રએ જણાવ્યું કે દેશમાં ૯૫ ટકા જમીનમાં નાઇટ્રોજનની કમી છે. ૯૦ ટકા જમીનમાં ફોસ્ફરસ અને ૫૫ ટકા જમીનમાં પોટાશની કમી છે. સ્સટેનેબલ એગ્રિકલ્ચર માટે માઇક્રો ન્યુટ્રિયન્ટ સહિત અન્ય તમામ પોષક તત્ત્વોનું હોવું જરૂરી છે.

માટીમાં કાર્બનની કમી પુરી કરવા માટે જૈવિક ખાતરની જરૂર છે. જૈવિક ખાતરની સાથે ફર્ટિલાઇઝરનો પ્રયોગ ખુબ જ લાભદાયક સાબિત થશે. આ બધાની વચ્ચે સંતુલન સાધવા માટે પાકની ઉત્પાદકતામાં ૫૦ ટકાની વૃદ્ધિ થઇ શકે છે. દેશમાં ફર્ટિલાઇઝરના સંતુલન અંગે મહાપાત્રએ વણાવ્યું કે દેશની જમીનમાં હાલમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશની ૪-ર-૧ના અનુપાતમાં પ્રયોગની જરૂર છે. જયારે દેશમાં હાલમાં૭-૩-૧ ના રુશિયોથી ખાતરનો પ્રયોગ થઇ રહ્યો છે, તેની અસર ઉપજની ગુણવત્તા પર પડે છે, તેને લઇને ખેડુતે વાગૃત થવુ જોઇએ

(3:31 pm IST)