Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

દિલ્હીની હવા ઝેરીલી બની : કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો,હર્ષવર્ધને વહાવી જ્ઞાનવાણી :કહ્યું ગાજર ખાવાથી પ્રદુષણમાં રાહત મળશે

કહ્યું કે ગાજર ખાવાથી લોકો પ્રદુષણથી થનારી બીમારીથી બચી શકે છે.

નવી દિલ્હી : દિલ્હી એનસીઆરમા શ્વાસ લેવાનું ભારે પડી રહ્યું છે. જેમા સામાન્ય લોકો માટે હવા ઝેરીલી બની રહી છે. તેવા સમયે કેન્દ્રીય મંત્રી  ડો. હર્ષવર્ધને સામાન્ય લોકોને પ્રદુષણથી બચવા માટે કેટલીક ટીપ્સ આપી છે.જેમાં ડો. હર્ષવર્ધને લોકોને ગાજર ખાવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે ગાજર ખાવાથી લોકો પ્રદુષણથી થનારી બીમારીથી બચી શકે છે.

ડો. હર્ષવર્ધને એક ગ્રાફિક ટ્વીટ કરી છે. જેમાં લખ્યું છે કે ગાજર ખાવાથી શરીરને વીટામીન એ, પોટેશીયમ અને એન્ટી ઓક્સીડન્ટ મળે છે. જે આંખો માટે સારી છે. ગાજર પ્રદુષણથી ઉભી થનારી બીમારીઓ વિરુદ્ધ લોકોને લડવામાં મદદ કરે છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીમા ભયંકર પ્રદુષણ છે. દિલ્હીમા રવિવારે પ્રદુષણનું સ્તર ત્રણ વર્ષના સૌથી ઉચ્ચતર સ્તર પર છે. જેમા દિલ્હીમા સાંજે સાત વાગે એફયુઆઈ ૪૯૦ હતો જે પ્રદુષણની ગંભીર સ્થિતિ દર્શાવે છે. જેમાં હરિયાણા અને પંજાબમાં પરાળી સળગાવવાના લીધે ધુમાડો ૪૬ ટકા વધ્યો છે.

દિલ્હીની આસપાસના શહેરો નોઈડા, ગાજિયાબાદ, ગુરુગ્રામમા પણ પ્રદુષણનું સ્તર ભયજનક રીતે વધી રહ્યું છે. આ શહેરોના ના તાપ નીકળી રહ્યી છે કે ના હવા ચાલી રહી છે. જેના લીધે હાલમાં દિલ્હીના લોકોને આ સ્થિતિમાંથી રાહત મળવી મુશ્કેલ છે. દિલ્હીમા હાલત એટલી ખરાબ છે કે દિલ્હી અને તેના આસપાસના શહેરના લોકો સિગરેટ પીધા વિના ૧૨ થી વધારે સિગરેટનો ધુમાડો શ્વાસમાં લઈ રહ્યા છે. સૌથી વધારે હાલત દિલ્હીના આનંદ વિહાર વિસ્તારનો છે. જેમાં આનંદ વિહારમાં પીએમ સ્તર ૭૩૧ની આસપાસ છે. જે લોકો ના ઈચ્છતા હોવા છતાં પણ ૩૩ સિગરેટનો ધુમાડો લીધા બરોબરનો છે. દિલ્હી ઉપરાંત એનસીઆરના તમામ શહેરોની હાલત અતિગંભીર છે

(1:16 pm IST)