Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

લગ્નેતર સંતાનોને પૈતૃક સંપતિમાં ભાગ મળે ? સુપ્રીમમાં ચાલી રહયો છે કેસ

નવી દિલ્હી : લગ્ન વગર ઉત્પન્ન થયેલા સંતાનોને પૈતૃક સંપતિમાં હકક મળે કે નહીં તે બાબતની અરજી ફરી એકવાર સુપ્રીમ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવી છે. જીતેન્દ્રકુમાર વિરૂધ્ધ જસવીરસિંહ કેસમાં વિશેષ અરજી પર સુપ્રીમ કોર્ટની બેંચ ટુંક સમયમાં પોતાનો ચુકાદો સંભળાવશે.

આ પહેલા પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે ભરતમઠ અને અન્ય વિરૂધ્ધ આર. વિજયા રંગનાથન કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાનો રેફરન્સ ટાંકીને અરજી ફગાવી દીધી હતી.

આ ચુકાદામાં સુપ્રીમે કહયું હતું કે લગ્ન વગર ઉત્પન્ન થયેલ બાળક સહીયારી પૈતૃક સંપતિ માટે વારસાનો દાવો કરવા માટે હકકદાર નથી અને તે ફકત પોતાના પિતાની સ્વોપાર્જીત સંપતિમાં ભાગ માટેનો દાવો કરી શકે છે.

(1:04 pm IST)