Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

૩૫ વર્ષની સેવા બાદ વાયુસેનાનું મિગ -૨૭ ૩૧ ડિસે. લેશે વિદાય

જોધપુર એરબેસમાં વિદાય સમારોહ યોજાશે

નવી દિલ્હી,તા.૪: ભારતીય વાયુસેનાનામાં સાડા ત્રણ દાયકા સુધી પોતાની સેવા આપ્યા બાદ મિગ-૨૭ લડાકૂ વિમાન ડિસેમ્બરમાં વિદાય લેશે. ઔપચારિક રીતે ૩૧ ડિસેમ્બરે જોધપુર એરબેસમાં વિદાય સમારોહ યોજાશે અને મિગ-૨૭દ્ગચ વિદાય આપવામાં આવશે.

મળતી માહિતી અનુસાર સ્કવાડ્રન અધિકારીઓ સિવાય અન્ય સેવારત અને સેવાનિવૃત્ત્। કર્મીઓ જે વિમાન સાથે જોડાયેલા છે તે દરેક આ વિદાય સમારોહમાં ભાગ લેશે.ભારતમાં તેને 'બહાદુર' નામ આપવામાં આવ્યું છે. સોવિયેત મૂળનું મિગ-૨૭ ૧૯૮૪માંવાયુસેનામાં સામેલ થયું હતું ત્યારથી અત્યારસુધી ૭ પરિચાલક સ્કવાડ્રન અને અન્ય યુદ્ઘમાં રણનીતિ બનાવવામાં મિગ-૨૭એ મહત્વનું યોગદાન આપ્યું છે.

હિંદુસ્તાન એયરોનોટિકસ લિમિટેડએ ૨૦૦૪માં ૧૬૫ મિગ-૨૭ એરક્રાફ્ટનું નિર્માણ કર્યું હતું. તેમાંથી કેટલાકને અપગ્રેડ કરીને તેનું નામ મિગ-૨૭ યુપીજી રાખવામાં આવ્યું હતું.

૩૫ વર્ષ સુધી સતત સેવા આપનાર મિગ-૨૭દ્ગચ ભારતીય વાયુસેનાએ રિટાયર કરવાનો નિર્ણય લીધો છે. વાયુસેના પોતાના આ હીરોને ૮૭મી એરફોર્સ ડે પર વિદાય આપશે. જોધપુર એરબેસમાં મિગ-૨૭દ્ગટ વિદાય સમારોહ યોજાશે.

(1:04 pm IST)