Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

આનંદો... કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં થશે વધારો

મોદી સરકાર આપશે ખુશખબર :નવેમ્બરમાં લેવાશે નિર્ણય

નવી દિલ્હી,તા.૪: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવી શકે છે. લાંબા સમયથી ન્યૂનતમ વેતનની માંગ કરી રહેલા કર્મચારીઓની માંગને કેન્દ્ર સરકાર પુરી કરી શકે છે. અહેવાલના જણાવ્યા મુજબ આ માંગ પર નવેમ્બરમાં સરકાર વિચાર કરીને ખુશખબરી આવશે લાંબા સમયથી ન્યુનતમ વેતનની માંગ કરી રહેલા કર્મચારીઓની માંગને કેન્દ્રસરકાર પૂરી કરી શકે છે.સુત્રોના જણાવ્યા મુજબ આ માંગ પર નવેમ્બરમાં સરકાર વિચાર કરી શકે છે. સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. આ મહીને કેબિનેટની બેઠક થશે. સરકાર એક બાજુ ભલે પગાર વધારવા પર વિચાર કરી રહી હોય બીજીબાજુ સરકાર આર્થિક મંદીને પહોંચી વળવાનો પ્લાન બનાવી રહી છે. પગાર વધારીને કર્મચારીઓને પ્રોત્સાહિત કરવાની સાથે જ સરકાર કર્મચારીઓના ખર્ચ કરવાની ક્ષમતાને વધારવાનો પ્રયાસ કરી રહી છે. જેથી અર્થવ્યવસ્થામાં ડિમાન્ડ વધી શકે. કર્મચારીઓની માંગ છે કે કેન્દ્રીય કર્મચારી ફિટમેન્ટ ફેકટરને વધારીને ૩.૬૮ ગણા કરી દેવામાં આવે. આ ઉપરાંત ન્યુનતમ વેતનને ૧૮ હજારથી વધારીને ૨૬ હજાર કરવાની માંગ છે. ઉલ્લેખનીય છે કે એલાન કર્યું હતું આ લાભ જુલાઇથી મળશે.

(1:02 pm IST)