Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

સુપ્રિમ કોર્ટના નિર્ણય પૂર્વે અયોધ્યામા દેવી દેવતાઓની ટીપ્પણી પર પ્રતિબંધ મુકાયો : કલમ ૧૪૪ પણ લાગુ

અયોધ્યામા રેલીઓ અને વોલ પેઈન્ટીંગ પર રોક: કોઈપણ દેવી દેવતાની પ્રતિમાની સ્થાપના માટે મંજુરી લેવી જરૂરી

નવી દિલ્હી : રામ જન્મ ભૂમિ બાબરી મસ્જીદ વિવાદનો ચુકાદો સુપ્રિમ કોર્ટ તરફથી આજ મહિનામા આવવાની સંભાવના છે. આ દરમ્યાન ઉત્તર પ્રદેશમા અયોધ્યા સરકારે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તેને લઈને સોશિયલ મીડિયા અને અફવાથી બચવા માટે ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં યોગી સરકારે બહાર પાડેલી ચાર પાનાની ગાઈડલાઈનમાં અયોધ્યામા લોકોને વોટ્સએપ, ટ્વીટર, ટેલીગ્રામ અને ઇનસટાગ્રામ પર દેવી દેવતાઓના કોઈપણ પ્રકારના આપત્તિજનક ટીપ્પણી ન કરવાના આદેશ આપ્યો છે.

તેમજ આ દરમ્યાન ટીવી ચેનલોને પણ આ દરમ્યાન આ મુદ્દે કોઈપણ પ્રકારની ડીબેટના આયોજનથી દુર રહેવા કહેવામા આવ્યું છે. અયોધ્યાના જીલ્લા અધિકારી અનુજ કુમાર ઝા તરફથી ૩૧ ઓક્ટોબરના રોજ પ્રસિદ્ધ કરવામા આવેલો આદેશ ૨૮ ડીસેમ્બર સુધી લાગુ રહેશે. આ ઉપરાંત અયોધ્યામા સીઆરપીસીની કલમ ૧૪૪ લાગુ કરવામા આવી છે.

આ ઉપરાંત આ આદેશમા કહેવામા આવ્યું છે કે કોઈપણ મહાન હસ્તી, દેવીઓ અને દેવતાઓ પર ઇનસ્ટાગ્રામ, ટ્વીટર, વોટસએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈપણ વિવાદિત ટીપ્પણી કરવાની મંજુરી આપવામા આવશે નહીં. આ ઉપરાંત ચુકાદા પૂર્વે અયોધ્યામા રેલીઓ અને વોલ પેઈન્ટીંગ પર રોક લગાવવામા આવી છે. તેમજ જીલ્લામાં કોઈપણ દેવી દેવતાની પ્રતિમાની સ્થાપના માટે વહીવટીતંત્રની મંજુરી લેવી જરૂરી છે.

અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદને લઈને સુપ્રિમ કોર્ટમા સુનવણી પૂર્ણ થઈ ચૂકી છે . જો કે આ મુદ્દે આ મહિનામા સુપ્રિમ કોર્ટ ગમે ત્યારે ચુકાદો આપી શકે તેમ છે. આ ઉપરાંત આગામી ૧૦ દિવસ ભારતની સામાજિક, ધાર્મિક અને રાજકીય રીતે મહત્વપૂર્ણ છે. જેમા ૪ નવેમ્બરથી ૧૦ નવેમ્બર સુધી સુપ્રિમ કોર્ટ ચાર મોટા કેસની સુનવણી કરશે. જેમાં જસ્ટીસ રંજન ગોગાઈની અધ્યક્ષતા વાળી બેંચ અયોધ્યા ભૂમિ વિવાદ સહિત અનેક મામલાની સુનવણી કરશે.

(12:30 pm IST)