Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

મુંબઈ-પુણે જૂના હાઈવે પર બસ ખીણમાં ખાબકતા 5 લોકોનાં કરૂણમોત : 50થી વધુ પ્રવાસીઓ ઘાયલ

ડ્રાઇવરે બસ પરથી સંતુલન ગુમાવતા બસ સીધી 60 ફુટ નીચે ખીણમાં પડી

મુંબઈ-પુણે જૂના હાઈવે પર સવારે એક બસ દુર્ઘટનાનો શિકાર થઈ ગઈ. આ દુર્ઘટનામાં 5 લોકોનાં મોત થયા છે, જ્યારે 30થી વધુ પ્રવાસી ઘાયલ છે. ભોર ઘાટની પાસે ડ્રાઇવરની બેદરકારીને કારણે થયેલી આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

  પ્રાથમિક અહેવાલો મુજબ, ડ્રાઇવરે પોતાનું સંતુલન બસ પરનું સંતુલન ગુમાવી દીધું હતું, જેના કારણે બસ ખીણમાં પડી ગઈ. દુર્ઘટના બાદ બસને ભારે નુકસાન થયું છે.
મુંબઈથી પુણે જઈ રહેલી લક્ઝરી બસ જેવી ભોર ઘાટ પાસના ગરમાલ ટર્નિંગ પોઇન્ટ પર પહોંચી ત્યારે ડ્રાઇવરે બસ પરથી સંતુલન ગુમાવી દીધું અને બસ સીધી 60 ફુટ નીચે ખીણમાં પડી ગઈ. બસની અંદર 50 લોકો સવાર હતા, જેમાં બાળકો પણ સામેલ હતા.

(12:27 pm IST)