Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

વિયાગ્રાનો કેટલો ઉપયોગ કરે છે. ભારતીયો?

ઇન્ડીયા ટુડેના સેકસ સર્વે અનુસાર વિયાગ્રાનો ઉપયોગ દિનબદિન વધી રહ્યો છે

નવી દિલ્હી તા. ૪ : ફિલ્મી અને ઇન્ટરનેટની દુનિયાએ લોકોમાં સેકસ બાબતે ઘણી ફેન્ટસીઓ ઉત્પન્ન કરી છે. ઘણાભારતીયો ઇન્ટરનેટની દુનિયાને સાચી જીંદગીમા જીવવાના દબાણ હેઠળ તો કેટલાક મજુરીમાં વિયાગ્રા જેવી દવાઓનો ભરપુર ઉપયોગ કરવા લાગ્યા છે.ઇન્ડીયા ટુડે સેકસ સર્વે ર૦૧૯ અનુસાર, લોકો વિયાગ્રા અથવા એવી દવાઓ બાબતે ડોકટરોની સલાહ છાનામાન લેવાનું પસંદ કરે છે.

આ સર્વેમાં એ વાત પણ સામે આવી છે કે જયપુર અને ચંદીગઢ જોવા શહેરોમાં પણ ક્રમશઃ ૮૭ અને ૬ર ટકા લોકો સેકસ ક્ષમતા વધારવા આ પ્રકારની દવાઓનો ઉપયોગ કરે છે જો કે  આ સર્વેમાં ર૮ ટકા લોકોએ જ એ વાત સ્વીકારી કે તેઓ શારિરીક સંબંધો બનાવવા માટે વિયાગ્રા જેવી દવાઓનો સહારો લે છ.ે

રાજસ્થાનની સૌથી મોટી હોસ્પીટલ એસએમએસ મેડીકલ કોલેજ અને હોસ્પીટલ, જયપુરના પ્રિન્સીપાલ ડોકટર સુધીર ભંડારી આ બાબતે સાવ અલગ વિચારે છે. ડો. ભંડેરી આ બાબતે સાવ અલગ વિચારે છે. ડો. ભંડેરીનું કહેવું છે કે જયપુરની મહિલાઓ સહિત લોકોમાં આ બાબતે ઘણી જાગરૂકતા દેખાય છે કે વિવિધ પ્રકારની શારીરીક તકલીફોની અસર તેમની યૌનચ્છા પર પડી શકે છે અને તેનુ નિવારણ કેવી રીતે થઇ શકે છ.ે

ડો. ભંડારી કહે છે, ''એ જરૂરી નથી કે લોકો ફકત ફેન્ટસી માટે વિયાગ્રાનો ઉપયોગ કરે છે. ઘણા લોકો કહે છે કે ડાયાબીટીસના કારણે તેમના સેકસ પ્રદર્શન પર અસર પડે છે. તેમની તકલીફો જાણ્યા પછી  જ અમે તેમને આ પ્રકારની દવાઓની ભલામણ કરીએ છીએ. ''

ર૦૧૮ માં એક રિપોર્ટ અનુસાર, ભારતમાં છેલ્લા ૮ વર્ષોમાં વિયાગ્રા જેવી દવાઓનું વેચાણ ૪૦ ટકા વધ્યું છે. ડોકટરોનું માનવું છે કે કામની જગ્યા પર વધુ પડતા તણાવના કારણે લોકોની બેડરૂમ લાઇફ ખરાબ થઇ રહી છે સ્ટ્રેસની અસર તેમની સેકસલાઇફ પર ન પડે તે માટે ઘણા લોકો આવી દવા લેતા હોય છે. પણ તે લેવા માટે ડોકટરી સલાહ જરૂરી છ.ે

(11:45 am IST)