Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

BSNLના કર્ચમારી માટે VRS સ્કીમનો પ્રારંભ

૧.૦૬ લાખ કર્મચારીઓ લાભ લેશેઃ ૭૫૦૦ કરોડની બચત થશે

નવી દિલ્હી,તા.૪:લાંબા સમયથી BSNL દ્યણાં નાણાકીય સંકટથી ઝઝૂમી રહી હતી. હાલમાં જ સરકારે કંપનીને સંકટમાંથી બચાવવા માટે ૧૫ હજાર કરોડ રૂપિયાની નાણાકીય રાહત પેકેજ આપવાનું એલાન કર્યું છે. એ પણ કહેવામાં આવ્યું છે કે પોતાના કર્મચારીઓને આકર્ષક સ્ય્લ્ ઓફર પણ આપશે. BSNLના ૧ લાખથી વધુ કર્મીઓ માટે ખૂશખબર! આજથી આ સ્કિમ લાગૂ પડશે..

ધ હિન્દુ બિઝનેસ લાઈને પોતાનાએક રિપોર્ટમાં કહ્યું હતું કે સોમવારથી નાણાકીય કર્મચારીઓ માટે સ્ય્લ્ વિન્ડો ખોલવામાં આવશે. તેનો અર્થ એ છે કે જે કર્મચારી રિટાયર્મેન્ટથી પહેલાં જ પોતાની મરજીથી રિટાયર થવા ઈચ્છતા હોય તો તેઓ રિટાયર્મેન્ટ લઈ શકે છે. BSNL ને આશા છે કે ૫૦ વર્ષથી વધુ ઉંમરના કર્મચારીઓ વીઆરએસ માટે જરૂર એપ્લિકેશન આપશે.

આ રિપોર્ટ અનુસાર BSNLVRS વિન્ડો સોમવારથી લઈને આગળના ૩૦ દિવસ માટે ખોલશે. આ વખતે સમયથી પહેલા રિટાયર થવા ઈચ્છતા કર્મચારીઓ આ સ્કિમ માટે આવેદન કરી શકે છે. કંપનીના મેનેજમેન્ટ અને યૂનિયને પણ કર્મચારીઓને આ માટે અપીલ કરી છે.

BSNL ના આ સ્કિમમાં કર્મચારીઓને નોકરીના બચેલા વર્ષોના ૧૦૦ થી ૧૨૫ ટકા સેલરી આપવામાં આવશે. જેમાં પેન્શન પણ શામેલ છે. તેને અમલમાં લાવવા માટે લગભગ ૩ મહીનાનો સમય લાગશે. કંપનીની સર્વિસ પર તેની કોઈ જ અસર નહીં પડે.

BSNL ને આશા છે કે જો તેના ૮૦ હજાર કર્મચારી VRS વિકલ્પ પસંદ કરે છે તો કંપનીને ૭૫૦૦ કરોડ રૂપિયાની બચત થશે. હાલમાં ૧.૫૯ લાખ કર્મચારીઓ કાર્યરત છે. તેમાં લગભગ ૧.૦૬ લાખ કર્મચારીઓ ૫૦ વર્ષથી વધુ ઉંમરના VRS માટે આવેદન કરવા યોગ્ય છે. રિપોર્ટમાં એ પમ કહેવામાં આવ્યું છે કે જો આ સ્કિમ સફળ રહી તો સરકારી કંપની રિટાયર્મેન્ટની ઉંમર ઘટાડીને ૫૮ વર્ષ કરવાની યોજના ટાળી શકે છે.

(11:44 am IST)