Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

વકીલો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ

હાઈકોર્ટે દિલ્હી પોલીસ કમિશ્નરને ઈજાગ્રસ્ત વકીલોનુ઼ નિવેદન નોંધવાનો પણ આદેશ આપ્યો

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે તીસ હજારી કોર્ટમાં વકીલો અને પોલીસ વચ્ચે થયેલી હિંસક ઝડપમાં ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. આ ન્યાયિક તપાસ નિવૃત જસ્ટિસ એસપી ગર્ગના નેતૃત્વમાં કરવામાં આવશે. આ તપાસમાં સીબીઆઈના ડાયરેકટર, આઈબીના ડાયરેકટર, વિજિલેન્સના ડાયરેકટર કે સીનિયર અધિકારી મદદ કરશે.

હાઈકોર્ટે દિલ્હી પોલીસ કમિશનરને ઈજાગ્રસ્ત વકીલોનું નિવેદન નોંધવાનો પણ આદેશ આપ્યો છે. આ પહેલા હાઈકોર્ટે દિલ્હી સરકારને કહ્યું કે, તે ઈજાગ્રસ્ત વકીલોને સારી સારવાર ઉપલબ્ધ કરાવે. સાથે ઈજાગ્રસ્ત વકીલ વિજય વર્માને ૫૦ હજાર રૂપિયા અને બે અન્ય વકીલોને ક્રમશઃ ૧૫ હજાર અને ૧૦ હજાર રૂપિયાનું વળતર આપે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, આ મામલાની તપાસ ૬ સપ્તાહમાં પૂરી કરવામાં આવે.

(11:43 am IST)