Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

'મહા' વાવાઝોડામાં પીન હોલ આઈ સર્જાઈ

બુધવારે બપોર પછી સોમનાથના કાંઠા પાસેથી પસાર થવા શકયતા

મહાવાવાઝોડામાં હવે 'પીનહોલઆઈ' સર્જાયેલ છે જે સ્પષ્ટ નજરે પડે છે. ૫ નવેમ્બર - આવતીકાલ સુધી ભારતીય સમુદ્રકાંઠાથી દૂર થતી જોવા મળશે. ત્યારબાદ અપરએર ટ્રફ / પશ્ચિમી પવનો (વેસ્ટર્લી વિનુસ) આ મહા વાવાઝોડાને નબળુ પાડશે અને ગુજરાતના સાગરકાંઠા તરફ ધકેલશે. જે સંભવતઃ ૬ નવેમ્બર બુધવારે બપોર પછી સોમનાથના કાંઠા પાસેથી (દીવ - દ્વારકા વચ્ચેથી) પસાર થાય તેવી શકયતા હોવાનું જાણીતા વેધર એનાલીસ્ટ શ્રી અક્ષય દેવરસે ટ્વીટ કરી જણાવ્યુ છે.

(11:41 am IST)