Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

વાવાઝોડુ ધમરોળશે કે દરિયામાં સમાઈ જશે?

વાવાઝોડાના ટ્રેક બાબતે વેધરના વિવિધ મોડલોમાં વિસંગતતા : તા.૭ નવેમ્બર સુધી માવઠાની અસર

રાજકોટ : વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યુ છે કે હાલ અલગ અલગ વિવિધ વેધર મોડલ માં અરબસાગર માં સક્રીય 'મહા' વાવાઝોેડા ના ટ્રેક બાબતે વિસંગતતા છે.યુરોપિયન મોડલ પ્રમાણે વાવાઝોડું ઓમાન બાજુ થી ટર્ન લઇને સૌરાષ્ટ્ર બાજુ મોઢુ ફેરવે છે.અને તા.૮ માં દરિયા માં જ ખતમ થઇ જાય છે.

જયારે અમેરીકન મોડલ તેમજ  હવામાન વિભાગ મુજબ તા.૬,૭ના વાવોજોડું સૌરાષ્ટ્ર ના દરિયા કિનારા પર લેન્ડફોલ કરે છે. સિસ્ટમ ઓમાન બાજુ ગતિ કરી ને ટર્ન લઇ ને સૌરાષ્ટ્ર બાજુ મોઢુ ફેરવે છે. એટલે ઓમાન બાજુ જાય તેમ નથી. તેમજ પાકીસ્તાન ના દરિયા કિનારા તરફ જવાની કોઇ શકયતા જણાતી નથી. માવઠાની અસર તા. ૬,૭ સુધી રહેશે. આજ કરતા આવતી કાલથી તા.૫ સુધી માવઠારૂપી વરસાદ ના વિસ્તાર એકદમ ઘટી જશે.કયાક કયાક એકટીવીટી જોવા મળે. એટલે ખેતીકામનું એ પ્રમાણે આયોજન કરવું. આપણે કુદરત પાસે પ્રાર્થના કરીએ કે વાવાજોડું દરીયામાં જ સમાઇ જાય..

હાલ ના વાવાઝોડા ના ટ્રેક બે જ કહી શકાય. (૧) વાવાજોડું સૌરાષ્ટ્ર તરફ પહોચતા પહેલા ખતમ થઇ જાય..(૨) જયારે વાવાજોડુ / નબડું પડી ને સૌરાષ્ટ્ર ના દરિયા કાઠાં પર લેન્ડફોલ કરી શકે..

હજુ વાવાજોડા ના ટ્રેક માં ફર ફર થયા રાખશે.વાવાજોડા જેવી મજબુત સિસ્ટમ માં કોઇ એમ ના કહી શકે કે વાવાજોડું નહિ જ આવે...કોઇ એમ પણ ના કહી શકે કે આવશે જ. એટલે સાવધ રહેવા માં મજા.. વાવાઝોડા બાબતે હવામાન વિભાગ જે કહે તે મુજબ તકેદારી રાખવી.

(11:09 am IST)